થરાદના ખોડા ચેકપોસ્ટ પરથી ટ્રકમાં ઘઉંના કટ્ટાની આડમાં લઇ જવાતો દારૂ ઝડપાયો

Share

થરાદના ખોડા ચેકપોસ્ટથી ઘઉંના કટ્ટાની આડમાં ટ્રકમાં લઈ જવાતો 1,980 બોટલ દારૂના જથ્થા સાથે રાજસ્થાનના શખ્સને ઝડપી પાડ્યો હતો. થરાદ પોલીસે તાલુકાના ઉંદરાણા ગામની સીમમાંથી વિદેશી દારૂની 1692 બોટલ સાથે કાર ચાલકને ઝડપી પાડ્યો હતો.

[google_ad]

શનિવારે ખોડા ચેકપોસ્ટેથી ખોડા પોલીસ ચેકપોસ્ટના કર્મચારીઓ પ્રકાશભાઈ ભગવનભાઈ તથા દીપકભાઈ જીવાભાઈ સાથે મળીને ઘઉંના કટ્ટાં ભરેલી RJ-21-GA-1276 નંબરની ટ્રક અટકાવી હતી. જેમાં તપાસ કરતાં 1,980 બોટલ વિદેશી દારૂ કિંમત રૂ.7,92,000 મળી આવ્યો હતો. પોલીસે કુલ રૂા.16,17,500ના મુદ્દામાલ સાથે ચાલક સુખરામ વિજયરામ વગતારામજી બિશ્નોઈ (પવાર) (રહે.બાંવરલા,તા.સાંચોર,રાજસ્થાન)ની અટકાયત કરી હતી.

 

[google_ad]

થરાદ ઇન્ચાર્જ પીઆઇ એસ.એ.જાલોરી તથા કર્મચારીઓએ શુક્રવારે થરાદના ઉંદરાણા ગામની સીમમાં ખેંગારપુરા ગામ તરફથી આવતા કાચા નેળીયામાંથી નંબર પ્લેટ વગરની કારમાંથી વિદેશી દારૂની 52 પેટીમાંથી 1692 બોટલ સાથે ચાલક ભરતભાઈ તેજાભાઈ રાજપુત (સાસુ) (રહે.કુવાણા,તા.લાખણી)ની અટકાયત કરી કાર સહિત રૂ.7,65,820નો મુદ્દામાલ કબજે લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

 

From – Banaskantha Update


Share