ડીસા તાલુકા પોલીસે ડ્રગ્સ સાથે ઝડપેલા ચાર શખ્સો 10 દિવસ રીમાન્ડ પર

Share

 

ડીસા તાલુકા પોલીસે સોમવારે ચાર રાજસ્થાની શખ્સોને મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી પાડયા હતા. જેથી પોલીસે ચારેય શખ્સોને કોર્ટમાં રજૂ કરતાં ડીસા કોર્ટે 10 દિવસના રીમાન્ડ મંજૂર કર્યાં છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકા પોલીસે સોમવારે ધાનેરા હાઇવે પરના ટેટોડા નજીક કારનો પીછો કરતાં ચાર શખ્સોને ભાગતાં ઝડપી ગાડીમાં તપાસ કરતાં મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું.

 

 

 

 

આથી ડીસા તાલુકા પોલીસ મથકના પી.આઇ એમ.જે.ચૌધરીએ ચારેય શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જો કે, ઝડપાયેલા ભંવરલાલ ભગવાનરામ જાટ, રતનલાલ પ્રેમારામ નાઇ, હનુમાનરામ જુજારામ જાટ અને હનુમાનરામ ભવરારામ જાટને શનિવારે ડીસાની જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટે ચારેય શખ્સોને 10 દિવસના રીમાન્ડ મંજૂર કર્યાં છે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

 

From-Banaskantha update

 

 


Share