જામનગર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં નાસતા-ફરતા શખ્સને ડીસા દક્ષિણ પોલીસે ઝડપ્યો

Share

 

જામનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશન પાર્ટ સી પ્રોહીબીશનના ગુનામાં નાસતા-ફરતા શખ્સને ડીસા દક્ષિણ પોલીસની ટીમે બાતમીના આધારે ઘરેથી ઝડપી પાડયો હતો. આ અંગે ડીસા દક્ષિણ પોલીસે શખ્સની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, જામનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશન પાર્ટ સી પ્રોહીબીશનના ગુનામાં ડીસા દક્ષિણ પોલીસ સ્ટાફના માણસોએ બાતમીના આધારે નાસતા-ફરતા ખુશાલભાઇ ધર્માજી માળી (રહે. જલારામ સોસાયટી, રાણપુર રોડ, તા. ડીસા, હાલ રહે. પિંક સીટી, રાણપુર રોડ, તા. ડીસા, જી.બનાસકાંઠા) હાલમાં ડીસા રાણપુર રોડ પિંક સીટીમાં હાજર હોઇ શનિવારે બાતમીના આધારે તાત્કાલીક ડીસા દક્ષિણ પોલીસ સ્ટાફ સાથે જઇ ઝડપી પાડયો હતો. આ અંગે દક્ષિણ પોલીસે શખ્સની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

fROM-BANASKANTHA UPDATE

 

 


Share