ડીસા ડ્રગ્સ કાંડ : જાણો કેવી રીતે 100 ગ્રામ ડ્રગ્સમાં ભેળસેળ કરી 800 ગ્રામમાં ફેરવતાં હતા

Share

 

 

પ્રતીકાત્મક તસવીર

 

ડીસા તાલુકા પોલીસે રૂ. 11.75 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયેલા ચારેય શખ્સોને ડીસાના જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ (ફ.ક.) ની કોર્ટમાં રજૂ કરતાં 10 દિવસના રીમાન્ડ મંજૂર કર્યાં છે. ડીસાથી ઝડપાયેલા શખ્સો 100 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સમાં ખાંડ અને ફટકડી સહીતનો ઉમેરો કરી 800 ગ્રામ બનાવતાં હોવાનું અને મેફેડ્રોન ડ્રગ્સમાં રાજસ્થાન અને મહારાષ્ટ્રના લોકો સંડોવાયેલ હોય છે તેમજ ત્યાંથી માલ લાવ્યા હોવાનું તપાસમાં ખુલતાં ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ માટે મુંબઇમાં ધામા નાખ્યા છે.

 

પ્રતીકાત્મક તસવીર

 

ડીસા તાલુકા પી.આઇ. એમ.જે. ચૌધરીએ સોમવારે સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગ દરમિયાન ડીસાના કંસારી નજીકથી શંકાસ્પદ કારને પીછો કરી ટેટોડા નજીકથી ઝડપ્યા બાદ તપાસ કરતાં કારમાંથી રૂ. 11.75 લાખની કિંમતનું મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. આથી ડીસા તાલુકા પોલીસે ચારેય શખ્સો સામે એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ માટે રીમાન્ડની જરૂર હોઇ ડીસાની જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરાયા હતા.

 

પ્રતીકાત્મક તસવીર

 

પોલીસની માંગણીને ધ્યાને લઇ ડીસાના જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ (ફ.ક.) ઇન્દ્રજીતસિંહ ભાટી દ્વારા આગામી તા. 22 એટલે કે 10 દિવસના રીમાન્ડ મંજૂર કરાયા હતા. આ ઉપરાંત ડીસાના કંસારીથી ઝડપાયેલા મેફેડ્રોન ડ્રગ્સમાં અન્ય વ્યક્તિઓ પણ સંડોવાયેલ હોવાથી પી.એસ.આઇ. બી.જે.ચાવડાએ શખ્સ ભંવરલાલ ભગવાનરામ જાટને સાથે રાખી મુંબઇમાં પણ તપાસ હાથ ધરી છે.

 

પ્રતીકાત્મક તસવીર

 

ડીસા નજીકથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયેલ શખ્સોના 10 દિવસના રીમાન્ડ મંજૂર કર્યાં છે અને આ કેસમાં વધુ લોકો સંડોવાયેલા હોવાથી તપાસ માટે એક ટીમ મુંબઇમાં મોકલી છે તેમ ડીસા તાલુકા પી.આઇ. એમ.જે.ચૌધરીએ જણાવ્યું હતું.

 

ડ્રગ્સ વેચનાર શખ્સોના નામ
– ભંવરલાલ ભગવાનરામ જાટ (રહે. ટામ્પી, તા.ચિતલવાણા, જી.જાલોર, રાજસ્થાન)
– રતનલાલ પ્રેમારામ નાઇ (રહે. ડાવલ, તા. ચિતલવાણા, જી.જાલોર, રાજસ્થાન)

 

ડ્રગ્સ ખરીદનાર શખ્સોના નામ
– હનુમાનરામ જુજારામ જાટ
– હનુમાનરામ ભંવરારામ જાટ (બંને રહે, ભીમથલ, તા. ધોરીમન્ના, જી.બાડમેર, રાજસ્થાન)

 

 

From-Banaskantha update


Share