ડીસામાં અઢી કરોડથી વધુના ખર્ચે બનેલ ગાર્ડન વિરાન હાલતમાં : ભાજપના જ અંદરો અંદરના વિવાદના કારણે ગાર્ડન બંદ હાલતમાં

Share

ડીસાની સુખાકારી માટે ડીસાના હવાઈ પીલરમાં આવેલી જગ્યા પર અઢી કરોડથી વધુના ખર્ચે લોકોની સુખાકારી માટે દેશમુખ નાનાજી નામથી અહીં બગીચો બનાવવામાં આવ્યો છે પણ છેલ્લા અઢી વર્ષથી આ બગીચો ભાજપના જ અંદરો અંદરના વિવાદના કારણે વેરાન હાલતમાં પડયો છે.

[google_ad]

ડીસામાં છેલ્લા ઘણા સમયથી ભાજપના જ અંદરોઅંદર વિખવાદના કારણે પ્રજાએ પરેશાની ભોગવવી પડી રહી છે છેલ્લા ચારેક વર્ષથી ડીસામાં વિકાસના કામો જાણે અટકી ગયા હોય તેમ લોકોના પ્રશ્નોનો કોઇ જ નિકાલ આવતો નથી.

[google_ad]

ત્યારે ડીસાના મધ્યમાં હવાઈ પિલ્લરની ખુલ્લી જગ્યામાં શહેરીજનોના સુખાકારી માટે લગભગ અઢી કરોડ ઉપરાંતની રકમથી અહીં દેશમુખ નાનજી નામથી ગાર્ડન બનાવવામાં આવ્યું હતું પણ ભાજપના નેતાઓને પોતાની અંદરો અંદર વિખવાદના કારણે અને એકબીજાને સારું દેખાડવા માટે કરીને ગાર્ડનનો ભોગ લેવાયો છે.

 

[google_ad]

ગાર્ડનને બંધ કરી દેવામાં આવતા કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલો બગીચો ધૂળ ખાતું જોવા મળી રહ્યું છે. નગરપાલિકાના પૂર્વપ્રમુખ પ્રવીણભાઈ માળી સત્તા પર હતા ત્યારે લોકોની માંગ સ્વીકારીને ડીસાના હવાઈ પિલ્લર વિસ્તારમાં વિશાળ ગાર્ડન અને અંદર ફૂડ પેલેસ બનાવવામાં આવ્યું હતું.

[google_ad]

જ્યારે ડીસાના બીજા નેતાઓ મને આ ગાર્ડન બનાવવામાં જશના મળતા બગીચાના ઓપનિંગ સમયે જ બગીચાને સ્ટે લાવીને તાળા મરાવી દીધા હતા ખોટા વિરોધ અરજીઓ કરીને ગાર્ડન પર સ્ટે લાવી દેતા હાલ ત્રણ વર્ષથી આ ગાર્ડન વેરાન જોવા મળી રહ્યું છે.

 

[google_ad]

કરોડો રૂપિયાના ખર્ચે વિવિધ પ્રકારના અંદર જાતજાતના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું પરંતુ બગીચાને મેન્ટેનન્સ ના મળતા ઘણા બધા વૃક્ષઓ બળીને નષ્ટ થયા છે. અંદર બાવાળીયા અને કાંટા ઉગી જતા ગાર્ડન વેરાન બન્યું છે. ત્યારે આવા સરસ મજાના ગાર્ડનને તાળા લાગી જતા અસામાજીક તત્વોને માટે આ ગાર્ડન અડ્ડો બની ગયો છે.

 

[google_ad]

હાલમાં ગાર્ડનને લઈને ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિપુલ શાહ મેદાને ઉતર્યા છે વિપુલ શાહએ ચીમકી આપી છે કે, જો આ ગાર્ડન લોકોના સુખાકારી માટે ખુલ્લુ મુકવામાં નહીં આવે તો આવનાર એક મહિના બાદ તેઓ ગાંધીનગર મુખ્યમંત્રીને રજૂઆત કરીને ગાર્ડન ખુલ્લુ મુકવા માટે ગાંધીનગર ખાતે ધરણા પર બેસશે.

 

[google_ad]

ત્યારે વિકાસ કમિશનર ડીસાની મુલાકાતે આવ્યા હતા ત્યારે પણ તેમને આ બાબતે રજૂઆત કરતા તેમને પણ યોગ્ય કાર્યવાહી કરીને આ ગાર્ડનને ખુલ્લુ મુકવાની ખાતરી આપી હતી. હવે જોવાનું એ રહ્યું છે કે, પ્રજાના અઢી કરોડના ખર્ચે બનાવવામાં આવેલું ગાર્ડન ખુલ્લુ મુકવામાં આવે છે કે પછી જે તે પરિસ્થિતિમાં રહેશે.

 

From – Banaskantha Update


Share