ડીસા તાલુકા પોલીસે ડ્રગ્સમાં વધુ એક શખ્સને ઝડપ્યો

Share

 

ડીસા તાલુકા પોલીસે સોમવારે ટેટોડા ગૌશાળા નજીકથી 117 ગ્રામ મેફેડ્રોન જથ્થો કિંમત રૂ.11,75,700 આપનાર શખ્સને ડીસા તાલુકા પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં એક પછી એક ડ્રગ્સના હેરાફેરી અને વેપાર કરતાં શખ્સોને પોલીસ દ્વારા ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સોમવારે ડીસા તાલુકા પોલીસ કંસારી ત્રણ રસ્તા નજીક પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન આઇ ટેન ગાડી ધાનેરાથી પૂરઝડપે આવી રહી હોવાની બાતમી મળી હતી. જે સંદર્ભે ડીસા તાલુકા પોલીસે તે ગાડીને રોકાવવાનો પ્રયાસ કરતાં પરંતુ આઇ ટેનના ચાલકે ગાડી ઉભી રાખેલ નહી પાછી ભગાવવાનો પ્રયાસ કર્યો હતો.

 

 

જેમાં આઇ ટેન ગાડી ટેટોડા ગૌશાળા નજીક આવતાં આઇ ટેન ગાડીનું ટાયર ફાટતાં ગાડીમાં બેઠેલ ચાર શખ્સો ગાડી મૂકી ત્યાંથી નાસી જવાનો પ્રયાસ કરતાં ડીસા તાલુકા પોલીસે ચાર શખ્સોને ઝડપી પાડી તેમની પાસેથી 117 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જથ્થો જેની કિંમત રૂ.11,75,700 ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. જયારે ડીસા તાલુકા પોલીસે ચાર શખ્સોને ડીસાના જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરાયા હતા.

 

 

 

જેમાં કોર્ટે ચારેય શખ્સોને 10 દિવસના રીમાન્ડ મંજૂર કર્યાં હતા. ડીસા તાલુકા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી પ્રતિબંધિત નાર્કોટીક્સ મેફેડ્રોન ડ્રગ્સના મૂળ સુધી જઇ હેરાફેરીનો પર્દાફાશ કરી ડીસા તાલુકા પોલીસે અંકિતકુમાર સ/ઓ મથુરાપ્રસાદ ગૌતમ (રહે. મુંબઇ, વિરાર,ગ્લોબલ સીટી) વાળાને હ્યુમન સોર્સ દ્વારા ઝડપી પાડયો હતો. જયારે ડીસા તાલુકા પોલીસ મથકે લાવી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share