બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે દારૂ ભરેલી સ્વીફ્ટ કાર સાથે બે શખ્સોને ઝડપ્યા : કુલ રૂ. 4.86 લાખનો મુદ્દામાલ જપ્ત

Share

 

બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે રવિવારે થરાદ વિસ્તારમાંથી દારૂ ભરેલી સ્વીફ્ટ કાર ઝડપી પાડી છે. જેમાં 708 બોટલ કિંમત રૂ. 1,26,960 સાથે કુલ રૂ. 4,86,960 નો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી થરાદ પોલીસે હાથ ધરી છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા એલ.સી.બી પોલીસે રવિવારે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે એક સ્વીફ્ટ કાર નં. gj-05-jl-3818 માં દારૂની 708 બોટલ કિંમત રૂ. 1,26,960, ગાડી અને મોબાઇલ સહીત કુલ રૂ. 4,86,960 ના મુદ્દામાલ સાથે ગાડીના ચાલક મોહન વિશ્રોઇ (રહે. આરવા, ભીમગુડા ગ્રામ પંચાયત, જી. ઝાલોર, રાજસ્થાન) અને નરેશ વિશ્નોઇ (રહે. હેમાગુડા, ડીએસની ઢાંની, જી. ઝાલોર, રાજસ્થાન) વાળાને ઝડપી પાડયા છે.

 

 

જેમાં માલ ભરાવનાર સાંચોરના ગરડાલી ઠેકાનો સંચાલક અને માલ મંગાવનાર વિરેન્દ્રસિંહ ઉર્ફે દજુભા હકુભા ઉર્ફે વનરાજસિંહ વાઘેલા (રહે. ભલગામ, તા. કાકરેજ) વાળા મળી આવતાં તેઓની સામે થરાદ પોલીસે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share