ડીસાના જૂનાડીસામાં પરંપરાગત સિધ્ધામ્બિકા માની પલ્લી ઉપડી

Share

જનની મા જગદંબાના આરાધના કરવાના દિવસો એટલે નવરાત્રિ નવરાત્રી દરમિયાન ગુજરાતની અંદર દરેક ગુજરાતી કુળદેવીની પલ્લી ભરતો હોય છે. ત્યારે બનાસકાંઠા જીલ્લાના ગ્રામીણ વિસ્તારમાં આવેલા જુનાડીસા ગામમાં વર્ષોથી સિધ્ધામ્બિકા માની ગામ પલ્લી ગામલોકો દ્વારા ભરવામાં આવે છે. જેમાં ઠાકોર સમાજના યુવાનો દ્વારા માતાજીની પલ્લી ઉપાડવામાં આવે છે.

[google_ad]

વર્ષોથી ચાલી આવતી આ પરંપરામાં જુનાડીસા સહીત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો પણ આ ગામ પલ્લીમાં ભાગ લે છે. અને જય અંબે જય અંબેના જયઘોષથી સમગ્ર જુનાડીસા ગામ ગુંજી ઊઠતું હોય છે સાથે જ 8 થી 9 મિનિટમાં ગામની પ્રદક્ષિણા કરી મંદિરમાં પરત ફરતી હોય છે. પલ્લી આમ તો રૂપાલની પલ્લી બાદ બીજા નંબરે સિધ્ધામ્બિકા માતાની પલ્લી ગણાય છે. ત્યારે અહીં આજ દિન સુધી કોઇ પણ જાતનો અનિચ્છનીય બનાવ મા અંબાની કૃપાથી બન્યો નથી.

 

From – Banaskantha Update


Share