ડીસા નગરપાલિકાની ગાંધીનગરના વિકાસ કમિશનર ડી.કે પારેખ મુલાકાત લીધી

Share

ડીસા નગરપાલિકામાં ગાંધીનગરના વિકાસ કમિશનર ડી.કે પારેખ આજે મુલાકાત લેતા નગરપાલિકા ખાતે પાલિકાના સભ્યો અને નગરજનોએ પોતાના વિવિધ પ્રશ્નોની રજૂઆતો કરી હતી. રજૂઆતને ધ્યાને લઇ રાજ્યના વિકાસ કમિશનર ડી.કે પારેખએ તમામ પ્રશ્ર્નોનું નિરાકરણ આવે તે દિશામાં તપાસ કરાવી કામ કરવાની બાંહેધરી આપી હતી.

[google_ad]

ઘણા સમયથી ડીસા નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ કરોડોના ખર્ચે બગીચાનું નિરાકરણ લાવવા માટે પણ કરાઇ રજૂઆત. હરેક વખતે નગરપાલિકા ખાતે સાધારણ સભા યોજાય છે તે ગણતરીની મિનિટોમાં પૂર્ણ થઇ જતા તેના માટે પણ નગરપાલિકાના સદસ્યોએ રજૂઆત કરી હતી.

[google_ad]

બીજી તરફ વિશાખા તે પણ ગેરકાયદેસર શોપિંગ બનાવવામાં આવ્યા છે પરંતુ નગરપાલિકા દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી તે પ્રશ્ન પણ આજે આવેલા ડીસા નગરપાલિકા ખાતે રાજ્યના વિકાસ કમિશનર ડી.કે પારેખને રજુઆત કરાઈ હતી.

 

From – Banaskantha Update


Share