ડીસા નગરપાલિકાની સાધારણ સભા ગણતરીના મિનિટમાં પૂર્ણ : વિપક્ષનો વિરોધ સાંભળવામાં આવ્યો નહી

Share

ડીસા નગરપાલિકામાં સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું સાધારણ સભામાં અધ્યક્ષ દ્વારા વિકાસના કામો રજૂ કરે તે પહેલા વિપક્ષો દ્વારા વિકાસના કામોમાં ગેર રીતિ થઈ હોવાના આક્ષેપો સાથે સવાલો કરતા સાધારણ સભાના અધ્યક્ષ દ્વારા નગરપાલિકાની સાધારણ સભા ગણતરીના મિનિટમાં પૂર્ણ જાહેર કરતાં વિપક્ષો રોષે ભરાયા હતા.

[google_ad]

બનાસકાંઠા જિલ્લામાં વેપારીમથક ગણાતું ડીસા શહેરમાં નગરપાલિકા ભાજપ સાશીત નગરપાલિકા છે તેમજ નગરપાલિકામાં જ્યારે પણ વિકાસના કામોને લઈ સાધારણ સભા યોજાય છે ત્યારે અનેકવાર આ સાધારણ સભા વિવાદમાં રહે છે ત્યારે આજે ડીસા નગરપાલિકા ખાતે નગરપાલિકાના પ્રમુખ રાજુભાઇ ઠક્કરના અધ્યક્ષતામાં સાધારણ સભા યોજાઈ હતી.

[google_ad]

જેમાં સાધારણ સભાના અધ્યક્ષ દ્વારા ડીસા શહેરમાં અનેક વિકાસના કામો થયા હોવાના તેમજ વિકાસના કામો કરવા બાબતે જાહેરાત કરતા વિપક્ષો દ્વારા ભાજપ સાશીત નગરપાલિકા દ્વારા વિકાસના કામો કરવામાં આવ્યા છે તેમાં અનેક ગેરરીતિ આચરવામાં આવી છે તેમજ ડીસા શહેરમાં ડોર ટું ડોર કચરો કલેકટ કરવા આવે છે.

[google_ad]

જેનું ટેન્ડર ગાંધીનગરથી રદ કરાયું હોવાથી વિપક્ષોએ આ ટેન્ડરમાં અનેક ગેરરીતિ થયા હોવાનું આક્ષેપ કરી તેનો વિરોધ કરતા કરવામાં આવ્યો હતા. જેથી નગરપાલિકા અધ્યક્ષ રાજુભાઈ ઠક્કર દ્વારા ગણતરીના મિનિટોમાં સાધારણ સભા પૂર્ણ જાહેર કરવામાં આવી હતી જેથી આ સભા ગણતરીની મિનિટમાં પૂર્ણ થતા વિપક્ષો માં રોષ જોવા મળ્યો હતો..

[google_ad]

અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાઇ આવેલા રમેશભાઇ માજીરાણાએ પણ આજે યોજાયેલી સાધારણ સભાનો વિરોધ કર્યો હતો જેમાં આક્ષેપ સાથે તેમણે જણાવ્યું હતું કે ડીસા શહેરમાં નગરપાલિકાએ ભાજપ સાશીત નગરપાલિકા છે તેમજ નગરપાલિકા દ્વારા એક શાસન ચલાવવામાં આવી રહ્યું છે. તેમજ વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવે છે અને લોકોના વિકાસના કામો થતાં નથી. જ્યારે પ્રમુખમાં બોર્ડ ચલાવવાની આવડત નથી તેવો આક્ષેપ કર્યો હતો.

[google_ad]

બીજી તરફ પાલિકાના પ્રમુખ અને સાધારણ સભાના અધ્યક્ષ રાજુભાઈ ઠક્કર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ભાજપ દ્વારા અનેક વિકાસના કામો કરવામાં આવ્યા છે અને હજુ પણ વિકાસના કામો કરવામાં આવશે. તેમજ વધુમાં જણાવ્યું હતું કે, વિપક્ષો દ્વારા જ્યારે પણ સાધારણ સભા યોજાય છે ત્યારે તેમની પાસે કોઈ મુદ્દો ન હોવાથી દરેક સાધારણ સભામાં તે વિરોધ કરે છે.

 

From – Banaskantha Update


Share