ડીસામાં લઘુમતી કોમનો યુવક યુવતીને લઈ ગયેલ બાબતે પૂછવા જતા સર્જાઈ બોલાચાલી : જીવથી મારી દેવાની ધમકી આપી

Share

ડીસામાં લઘુમતી કોમની દીકરીને લઘુમતી કોમનો યુવક 20 વર્ષીય યુવતીને સાથે લઈ ગયેલ જે બાબતે યુવતીનો પરિવાર યુવકના ઘરે પૂછવા જતા યુવતીના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવતીના પરિવારે ડીસા દક્ષિણ પોલીસ મથકે ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

 

[google_ad]

બનાસકાંઠા જિલ્લાના ડીસામાંથી એક લઘુમતી કોમની 20 વર્ષીય યુવતી ગત રોજ દવા લેવા ગયેલ ત્યાર બાદ ઘરે પાછી ન આવતા યુવતીના પરિવારે શોધખોળ હાથ ધરી હતી. તે બાદ યુવતીના પરિવારને જાણવા મળેલ કે ડીસાના ખારાકુવા વિસ્તારમાં રહેતા ગુલજાર અહેમદ શેખનો દીકરો વારીસ નામના યુવક 20 વર્સીય યુવતીને લઈ ગયેલ છે.

File Photo

[google_ad]

તેવુ જાણવા મળતા યુવતીના પરિવારે યુવતીને લઈ ગયેલ યુવકના ઘરે યુવતી બાબતે પૂછતાં યુવકના પરિવારે યુવતીના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ ભૂંડી ગાળો બોલી બોલાચાલી કરી ઝગડો કરવા જતાં આજુબાજુના માણસો ભેગા થતા યુવતીના પરિવારને ઝગડામાંથી દુર કર્યા હતા.

 

[google_ad]

જે બાદ યુવતીના પરિવારે ડીસા દક્ષિણ પોલિસ મથકે ચાર શખ્સો (1)માજીદ ગુલજાર અહેમદ શેખ (2)ગુલજાર ગુલામઅહેમદ શેખ(3)ઇમરાનભાઈ યુનુસભાઈ શેખ (4)ફેમિદાબાનું ગુલજાર અહેમદ શેખ આ તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ડીસા દક્ષિણ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share