ધાનેરા નગરપાલિકામાં ફરીથી પ્રમુખના પદની ચૂંટણી યોજાશે

Share

ધાનેરા નગરપાલિકામાં ફરીથી પ્રમુખના પદની ચૂંટણી તા. 20 ઓક્ટોબરના રોજ યોજાશે. જેમાં સેકન્ડ ટર્મમાં ત્રણ પ્રમુખ બદલાય છતાં પ્રમુખ પદનું કોકડું ગુંચવાયેલું રહ્યું છે. ગેરરીતી મામલે વિકાસ કમિશનરમાં ભાજપ અને કોંગ્રેસના સદસ્યો સામે કાર્યવાહી ચાલી રહી છે.

[google_ad]

 

ધાનેરા નગરપાલિકામાં ફરીથી પ્રમુખના પદની ચૂંટણી તા. 20 ઓક્ટોબરના સવારે 11 : 00 કલાકે યોજાશે. જેમાં ધાનેરા નગરપાલિકાને નવા નગર પ્રમુખ મળશે. જ્યારે સેકન્ડ ટર્મમાં ત્રણ પ્રમુખ બદલાય છતાં પ્રમુખ પદનું કોકડું ગુંચવાયેલું રહ્યું છે.

[google_ad]

 

ગેરરીતી મામલે વિકાસ કમિશનરમાં ભાજપ અને કોંગ્રેસના સદસ્યો સામે કાર્યવાહી ચાલી રહી છે. જ્યારે તા. 21 એ ગાંધીનગર વિકાસ કમિશનરનું તેડું દરેક સદસ્યને આવેલો છે.

[google_ad]

નગરપાલિકામાં હાલમાં 28 સદસ્યો પૈકી 16 કોંગ્રેસ અને 12 સદસ્યો ભાજપના કાર્યરત છે. તા. 21 એ કંઇક નવા જૂની થવાના એંધાણ સાથે રાજકીય ગરમાવો જોવા મળશે. રાજકીય કાવાદાવા વચ્ચે નગરપાલિકા સ્થિર ન બનતાં વિકાસ રૂંધાયાનું અનુમાન લાગી રહ્યું છે.

 

From – Banaskantha Update


Share