ડીસા હાઇવે પર બાઇક સવાર દંપતી ખાડામાં પટકાયા : પત્ની ઘાયલ

Share

ડીસા શહેર અને હાઇવેના માર્ગો પર મોટા-મોટા ખાડા પડવાના કારણે અનેકવાર નાના-મોટા અકસ્માતો સર્જાય છે. ત્યારે શનિવારે ડીસા-પાલનપુર હાઇવે પર આવેલ સરોવર કાઠીયાવાડી રેસ્ટોરન્ટની આગળ બાઇક સવાર દંપતી ખાડામાં પડવાથી ઘાયલ થયા હતા અને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

[google_ad]

ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં શહેર અને હાઇવે માર્ગો પર મસમોટા ખાડા પડવાના કારણે અનેક લોકો અકસ્માતના ભોગ બની રહ્યા છે. ત્યારે શનિવારે ડીસા તાલુકાના જૂનાડીસા ગામમાં રહેતાં વિરમાભાઇ જગસીભાઇ પુનડીયા અને તેમની પત્ની કેશરબેન વિરમાભાઇ પુનડીયા ડીસાથી કોટડા ભાખર પોતાનું બાઇક લઇ જતા હતા. ત્યારે ડીસાના સરોવર કાઠીયાવાડી રેસ્ટોરન્ટ આગળ મેઇન હાઇવે પર ખાડામાં બાઇક પછડાતાં બાઇક પર સવાર બંને પતિ-પત્ની રોડ પર પટકાયા હતા. જેમાં કેશરબેન વિરમાભાઇ પુનડીયાને ઇજાઓ થતાં આજુબાજુના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્તને સારવાર અર્થે 108 વાન મારફતે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

[google_ad]

બીજી તરફ સરકાર દ્વારા હાઇવે પર પડેલ ખાડાને પૂરવા માટે સરકારે જાહેરાત કરી છે. પરંતુ ડીસા શહેર અને હાઇવેના જે માર્ગો છે તેના પર હજુ પણ ખાડા યથાવત્‌ છે. જેના કારણે અનેકવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા હોય છે.

[google_ad]

advt

 

ત્યારે સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે, તાત્કાલીક ધોરણે હાઇવે પર પડેલા મોટા ખાડાને હાઇવે ઓથોરીટી દ્વારા ખાડા પૂરવામાં આવે જેથી આગામી સમયમાં કોઇ મોટી જાનહાની થતી અટકી શકે.

 

From – Banaskantha Update


Share