પાલનપુરના બાદરપુરાની શાળામાં પથ્થરબાજીની રમત રમતાં પાણી પીતાં છાત્રને પથ્થર વાગતાં આંખ ગુમાવતાં શાળાના સંચાલકો પગલાં ન ભરતાં પોલીસ ફરિયાદ નોધાઇ

Share

પાલનપુર તાલુકાના બાદરપુરા (ખો) ગામમાં આવેલી કૌટીલ્ય વિદ્યાપીઠમાં સપ્તાહ અગાઉ એક છાત્ર સાંજની રીશેષમાં શાળાના પટાંગણમાં પાણી પીવા ગયો હતો. ત્યારે સામસામે પથ્થરબાજીની રમત રમતાં કોઇ છાત્રએ બેદકારીપૂર્વક નાખેલો પથ્થર આ છાત્રની ડાબી આંખમાં લાગતાં તેને આંખ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ અંગે શાળાના સંચાલક મંડળને રજૂઆત કરવા છતાં પથ્થર ફેંકનારા છાત્ર સામે કોઇ પગલાં ભરવામાં ન આવતાં આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

[google_ad]

 

આ અંગેની વિગત એવી છે કે, પાલનપુર તાલુકાના બાદરપુરા (ખોડલા) ગામમાં આવેલી કૌટીલ્ય વિદ્યાપીઠમાં ધો.-11 માં અભ્યાસ કરતો વાવ તાલુકાના દેથળી ગામનો આનંદ ધનજીભાઇ પટેલ તા. 6 ઓક્ટોબર 2021 ના રોજ સાંજના ચાર કલાકની રીશેષમાં શાળાના પટાંગણમાં પાણી પીવા ગયો હતો. એ સમયે કેટલાંક છાત્રો સામસામે પથ્થરબાજી કરવાની રમત રમતા હતા. તે દરમિયાન કોઇ અજાણ્યા છાત્રએ બેદકારીપૂર્વક નાખેલો પથ્થર આનંદની ડાબી આંખમાં લાગ્યો હતો.

[google_ad]

advt

 

છાત્રને ગંભીર ઇજા થતાં શાળાના સંચાલકો પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા હતા. જો કે, ઇજા ગંભીર હોવાથી આંખની રોશની જતી રહી હતી. આ અંગે આનંદનાં પરિવારજનોએ શાળાના આચાર્યને રજૂઆત કરી હતી. જો કે, આચાર્ય દ્વારા કોઇ સંતોષકારક જવાબ ન મળતાં આખરે તેના કાકા ખેમજીભાઇ રવજીભાઇ પટેલે ગઢ પોલીસ મથકે અજાણ્યા છાત્ર સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

[google_ad]

 

 

પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવ્યા પછી પણ આનંદની આંખને બચાવવા માટે પરિવારજનો તેને વિસનગર લઇ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં આંખનું ઓપરેશન કરાવ્યું હતુ. પરંતુ આંખની રોશની પાછી આવી ન હતી.

[google_ad]

 

આ અંગે છાત્રના કાકા ખેમજીભાઇ પટેલે જણાવ્યું હતું કે, મારા મોટા ભાઇ ધનજીભાઇ પટેલ ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જેમણે પોતાના પુત્ર આનંદને બાદરપુરા (ખો) ગામમાં કૌટીલ્ય વિદ્યાપીઠમાં અભ્યાસ માટે મૂક્યો હતો. તે ત્યાં જ હોસ્ટેલમાં રહેતો હતો. આ ઘટનામાં શાળાના સંચાલકો દ્વારા કોઇ સંતોષકારક જવાબ ન આપતાં પથ્થર ફેંકનારા છાત્ર સહીત જવાબદાર વ્યકિતઓ સામે કાર્યવાહી કરવા માટે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

[google_ad]

 

 

આ અંગે બાદરપુરા (ખો) કૌટીલ્ય વિદ્યાપીઠના સંચાલક જીતુભાઇ ચૌધરી જણાવ્યું હતું કે, આનંદ રીશેષ દરમિયાન શાળાના મેદાનમાં રમતો હતો. ત્યારે રમતાં રમતાં અકસ્માતે ઘટના બની છે. કોઇ છાત્રએ જાણી જોઇને પથ્થર માર્યો નથી. અમે આનંદની સારવાર માટે બની શકે એ પ્રકારની તમામ મદદ કરી છે.

[google_ad]

 

 

આનંદને આંખના ભાગે પથ્થર વાગ્યા પછી શાળાના સંચાલકોએ તેણે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયો હતો. જે પછી ફોન કરી તેના પિતા ધનજીભાઇને જાણ કરી હતી, આથી તેઓ સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે જણાવ્યું હતું કે, આનંદની આંખને ગંભીર ઇજા થઇ હોવાથી આંખ જતી રહી છે.

 

From – Banaskantha Update


Share