ડીસાથી ગરબા જોઈને આવેલા ઝેરડા નજીક બે ભાઇઓને અકસ્માત નડયો : એકનું મોત, એક ગંભીર

Share

ડીસાના આખોલ મોટી ગામના ગલાલપુરા પાટીયા નજીક ગત ગુરુવારે મોડી રાત્રે મારુતિ આઈ ટેન કારે બાઈક ચાલકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક પર સવાર બે ભાઈ રોડ પર પટકાયા હતા. જેમાં એક ભાઈનું મોત નિપજ્યું હતું. જ્યારે બીજો ભાઈ ઘાયલ થયો હતો.

[google_ad]

પ્રતીકાત્મક તસ્વીર

આ અંગેની વિગત એવી છે કે, ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. ત્યારે ગત ગુરુવારે મોડી રાત્રે ચંપકસિંહ અમરસિંગ વાઘેલા (રહે. ઝેરડા, તા. ડીસા) તેમના બે દીકરા સિદ્ધરાજસિંગ અને સાગરસિંગ છે. જેમાં સિદ્ધરાજસિંગનું મોટર સાઇકલ નં. GJ-08-CH-0578 લઈ તેના નાનાભાઈ સાગરસિંગ સાથે મોટર સાઇકલ પર ઝેરડાથી ડીસા ગરબા જોવા ગયા હતા.

[google_ad]

પ્રતીકાત્મક તસ્વીર

 

ત્યારબાદ ડીસાથી ગરબા જોઈને ઝેરડા પોતાના ઘરે આવતાં હોઈ આખોલ મોટી ગલાલપુરા પાટીયા નજીક એક મારુતિ આઈ ટેન નં. GJ-05-JH-1595 ના ચાલકે પૂરઝડપે ગાડી ગફલતભર્યું ડ્રાઇવીંગ કરી આગળ જઈ રહેલા મોટર સાઇકલ પર બે સગા ભાઈને ધડાકાભેર ટક્કર મારતાં મોટર સાઇકલ પર સવાર બે ભાઈ રોડ પર પટકાયા હતા.

[google_ad]

 

જેમાં સિદ્ધરાજસિંગનું ઘટનાસ્થળે કરુણ મોત નિપજ્યું હતું અને સાગરસિંગ ઘાયલ થયા હતા. આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. જેમાં મૃતક સિદ્ધરાજસિંગની લાશને પી.એમ. અર્થે ડીસા સિવિલ ખસેડાઇ હતી.

[google_ad]

 

સાગરસિંગને ઇજા થતાં સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ડીસા તાલુકા પોલીસને જાણ કરતાં ડીસા તાલુકા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. ચંપકસિંહ અમરસિંગ વાઘેલાના બે દીકરાને મારુતિ આઈ ટેન ગાડી નં.-GJ-05-JH-1595 ના ચાલકે ટક્કર મારી બાઈક પર સવાર તેના દીકરા જેમાં સિદ્ધરાજસિંગનું મોત નિપજાવી અને નાના દીકરાને ઇજા કરનાર સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

 

From – Banaskantha Update


Share