ડીસાની સોસાયટીઓમાં ખૈલૈયાઓ મોડી રાત સુધી ગરબે ધૂમતાં જાહેરનામાનો ભંગ કર્યો : પોલીસે જાહેરનામાની ફરિયાદ દાખલ કરતાં સંચાલકોએ પોલીસ મથકમાં હંગામો મચાવ્યો

Share

ડીસાના લાલચાલી અને નવજીવન સોસાયટીમાં પોલીસ દ્વારા રાત્રિના સમયે ગરબા બંધ કરાવી જાહેરનામાની ફરિયાદ દાખલ કરતાં સંચાલકોએ પોલીસ મથકમાં હંગામો મચાવ્યો હતો.

[google_ad]

 

આ અંગેની વિગત એવી છે કે, હાલમાં હિંદુ ધર્મનો સૌથી પ્રિય તહેવાર નવરાત્રિ ચાલી રહ્યો છે. જેમાં વળી ગુજરાતીઓનો સૌથી પ્રિય તહેવાર એટલે નવરાત્રિ આ પર્વની સમગ્ર ગુજરાતભરમાં ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબામાં રમઝટ બોલાવી ઉજવણી કરી રહ્યા છે. ત્યારે ડીસામાં પણ નવરાત્રિના પર્વને લઇ મધર ડેરી ગરબાનું આયોજન કરાયું હતું. જેમાં પણ ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબામાં રમઝટ બોલાવી રહ્યા છે.

[google_ad]

 

પરંતુ ડીસાના લાલચાલી અને નવજીવન સોસાયટીમાં ડીસા ઉત્તર પોલીસ દ્વારા ગરબા બંધ કરાવી સંચાલકો સામે જાહેરનામાની ફરિયાદ દાખલ કરતાં લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠયો હતો અને નવજીવન સોસાયટીથી ડીસા ઉત્તર પોલીસ મથક સુધી મોટી સંખ્યામાં લોકો રેલી યોજી સૂત્રોચ્ચાર સાથે પોલીસ મથકે પહોંચ્યા હતા.

[google_ad]

 

જ્યાં ડીસા પોલીસ મથકના પી.આઇ. દ્વારા સંચાલકોને સમજણ પૂરી પાડતાં મામલો થાળે પડયો હતો. પરંતુ નવરાત્રિના નવ દિવસ સુધી ગરબામાં પોલીસ દ્વારા જે પ્રમાણે ગરબા આયોજકોને હેરાન-પરેશાન કરવામાં આવી રહ્યા છે. જેને લઇ લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો.

[google_ad]

 

મોડી રાત્રે પોલીસની ગાડી નવજીવન સોસાયટીમાં પ્રવેશ કરીને સંચાલકો સામે ગરબા બંધ કરાવવા બોલાચાલી થઈ હતી. જે બાદ ખેલૈયાઓમાં પોલીસ પ્રત્યે રોષ જોવા મળ્યો હતો અને તમામ સંચાલકોને ખેલૈયાઓ એકત્રિત થઈ નવજીવન સોસાયટીથી રેલી યોજી અને ગરબા ચાલુ રાખવા માટે ડીસા ઉત્તર પોલીસ મથકના પી.આઇ.ને રજૂઆત કરાઇ હતી.

 

From – Banaskantha Update


Share