ડીસા માર્કેટયાર્ડમાં એક જ દિવસમાં મગફળીની રેકોર્ડ બ્રેક 1.2 લાખ બોરીની આવકથી ઉભરાયું

Share

ઉત્તર ગુજરાતમાં મોખરાનું સ્થાન ધરાવતી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઇ દેસાઇ સહીત સંચાલક મંડળના પારદર્શક વહીવટના લીધે વેપારીઓ અને ખેડૂતોમાં દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે.

[google_ad]

ખેડૂતોને પોતાના પોષણક્ષમ ભાવ મળી રહે અને સાચો તોલ તેમજ રોકડા નાણાં મળી રહે તે માટે ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી એ.એન.જોષીની દેખરેખ હેઠળ જાહેર હરાજી કરવામાં આવે છે.

[google_ad]

 

ગુરૂવારે ડીસા માર્કેટયાર્ડના ઇતિહાસમાં પહેલીવાર મગફળીની 1.2 લાખ બોરીની આવક નોંધાઇ હતી અને માર્કેટયાર્ડમાં આવેલ તમામ મગફળીના જથ્થાની ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે તે પદ્ધતિએ કમિટીના ઓક્ષનરો મારફતે જાહેર હરાજી કરાઇ હતી.

[google_ad]

 

 

પ્રતિ મણ (20 કિલો) મગફળીના રૂ. 1050 થી 1200 નો ભાવ પડયો હતો. ટેકાના ભાવ કરતાં માર્કેટયાર્ડના સારા ભાવ મળતાં ખેડૂતોમાં પણ ખુશીની લાગણી ફેલાઇ હતી.

 

From – Banaskantha Update


Share