ડીસામાં દશેરા પર્વ નિમિત્તે લોકોએ જલેબી અને ફાફડાની જ્યાફતથી ઉજવણી કરાઇ

Share

ડીસામાં દશેરાના પર્વને લઇ તમામ સ્ટોલ પર જલેબી અને ફાફડાની ખરીદી કરતાં લોકોની ભીડ જામી હતી. જેમાં નવરાત્રિના નવ દિવસ પૂર્ણ થયા બાદ દશમા દિવસે સમગ્ર દેશભરમાં દશેરાના પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત શુક્રવારે ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં દશેરાના પર્વની લોકોએ અનોખી ઉજવણી કરી હતી.

[google_ad]

 

દશેરાના પર્વ પર જલેબી અને ફાફડા જ્યાફતની વર્ષોથી એક આગવી પરંપરા રહી છે. આમ તો દશેરાના પર્વ નિમિત્તે અસત્ય પર સત્યનો વિજય થયા બાદ સમગ્ર દેશમાં રાવણ દહનનો કાર્યક્રમ યોજાય છે તેની સાથો સાથ લોકો જલેબી અને ફાફડા જ્યાફતની પણ પરંપરા રહી છે.

[google_ad]

 

 

ત્યારે દશેરાના પર્વને લઇ ડીસામાં અલગ-અલગ જગ્યાઓ પર 100 થી પણ વધુ જલેબી અને ફાફડાની સ્ટોલ લાગ્યા હતા. જેમાં ડીસાવાસીઓ મોટી સંખ્યામાં જલેબી અને ફાફડા ખરીદી કરતાં જોવા મળ્યા હતા.

[google_ad]

 

દુકાનદારો પણ કોરોના વાયરસની મહામારીના બે વર્ષ બાદ ધંધા-રોજગાર સારી રીતે ખુલતાં તેઓએ પણ રાહત અનુભવી હતી.

From – Banaskantha Update


Share