પાલનપુર ડમ્પિંગ સાઈટનો કચરો માર્ગ પર ફરી વળી રસ્તો બ્લોક થતાં નગરપાલિકા તંત્રને સ્થાનિકોએ રજૂઆત કરી

Share

પાલનપૂર મફતપુરા નજીક આવેલ ડમ્પિંગ સાઈટનો કચરો માર્ગ પર ફરી વળતા માર્ગ બંધ થયો હતો જેને લઈ સોસાયટીના રહીશોએ કચરો હટાવવા બુધવારે પ્રમુખ અને ચીફ ઓફીસરને કચરો હટાવી માર્ગ શરૂ કરવા રજૂઆત કરી હતી.

[google_ad]

પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલા માલણ દરવાજા પાસે આવેલ ડમ્પિંગ સાઈટ પર નગરપાલિકાના ટ્રેકટર સહીતના વાહનો આવીને રસ્તા પર જ ગંદકી ઠાલવીને જતા રહેતા હોવાથી જે ઢગલાઓ ઉપરના ભાગે જોવા મળતા તે હવે રોડ પર જોવા મળી રહ્યાં છે અને આખો રોડ બ્લોક થઈ ગયો છે.

[google_ad]

advt

જેથી અહીંથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. બુધવારે માલણ દરવાજા વિસ્તાર નજીક આવેલ સોસાયટીના રહીશો દ્વારા નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફીસરને લેખિતમાં રજૂઆત કરાઈ છે. જેમાં માલણ દરવાજા વિસ્તારમાં ડમ્પિંગના કચરાના ઢગલા પહાડ બની ચુક્યા છે અને તેના કારણે રસ્તો બંધ થઈ ગયેલ છે.

[google_ad]

 

જેથી આવવા જવામાં મુશ્કેલી પડી રહી છે તે ઉપરાંત દુર્ગંધથી સોસાયટીના દરવાજા પણ ખોલી શકાતા નથી અને મચ્છરોના અસહ્ય ત્રાસથી લોકો પરેશાન છે ત્યારે ડેન્ગ્યુ જેવી જીવલેણ બીમારી ફેલાઈ શકે છે અને લોકો રોગચાળામાં સપડાઇ રહ્યાં છે. આ અંગે તાત્કાલીક ગંદકીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

 

From – Banaskantha Update


Share