કાંકરેજના શિહોરી બ્રિજ પર 2 ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો : 2 લોકો ઘાયલ

Share

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ શિહોરી બ્રિજ પર ગુરુવારે 2 ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.

[google_ad]

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં અકસ્માતનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં ગુરુવારે કાંકરેજ શિહોરી બ્રિજ પર બે ટ્રેલરો વચ્ચે અકસ્માત સર્જાતા હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. અકસ્માત પગલે આજુબાજુ લોકો દોડી પહોંચ્યા હતા.

[google_ad]

અને ટ્રેલરોમાંથી ડ્રાઇવરોને બહાર નીકળવામાં આવ્યા હતા. અકસ્માતમાં 2 લોકોને ઈજાઓ પહોંચતા નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિકને નિયંત્રણ લાવવા પ્રયત્નો હાથ ધર્યા હતા.

From – Banaskantha Update


Share