અમીરગઢ બોર્ડર પર દેશી બનાવટની 5 રિવોલ્વર સાથે 2 શખ્સો ઝડપાયા

Share

બનાસકાંઠામાં અમીરગઢ બોર્ડર પરથી ગુરુવારે ફરી એકવાર દેશી બનાવટની 5 રિવોલ્વર સાથે બે પરપ્રાંતીય શખ્સો ઝડપાયા છે. અમીરગઢ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન 5 રિવોલ્વર સહીત રૂ. 27 હજાર ના મુદામાલ સાથે બે શખ્સોને ઝડપી આર્મ એકટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

[google_ad]

 

ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલ બનાસકાંઠા જીલ્લો ધીમે-ધીમે ક્રાઇમનું પાટનગર બની રહ્યો છે. આજે પણ અમીરગઢ બોર્ડર પરથી વાહન ચેકિંગ દરમિયાન 5 દેશી રિવોલ્વર સાથે 2 શખ્સોની અટકાયત કરી હોવાની ઘટના સામે આવી છે. અમીરગઢ પોલીસ આજે વાહન ચેકિંગમાં હતી. તે સમયે રાજસ્થાન પાસિંગની એક લકઝરી બસ થોભાવી તેની પણ તલાશી લીધી હતી.

[google_ad]

advt

 

તે સમયે આ લક્ઝરી બસમાં છેલ્લી સીટ પર બેઠેલો એક યુ.પી.નો એક શખ્સ શંકાસ્પદ જણાતાં તેની તલાશી લીધી હતી. તે સમયે તેની પાસે રહેલા થેલામાંથી 5 દેશી બનાવટની રિવોલ્વર મળી આવી હતી. જેથી પોલીસે તેની અટકાયત કરી 5 રિવોલ્વર સહીત રૂ. 27 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલા શખ્સની વધુ પૂછપરછ કરતા વધુ એક વ્યક્તિનું નામ ખૂલ્યું હતું. જેથી પોલીસે આ બંને શખ્સોની અટકાયત કરી આર્મ એકટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share