ડીસામાં ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોના પ્રશ્નોને લઈને નાયબ કલેકટર અને મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી

Share

બનાસકાંઠાના ડીસામાં ગુરુવારે બટાકાની ખેતી કરતાં ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. બટાકાનો સંગ્રહ કરતાં કોલ્ડ સ્ટોરેજના લોન ખાતા એન.પી.એ. થતાં બેંક દ્વારા કબ્જો લેવામાં ન આવે અને સીલ ન મારવામાં આવે તેવી માંગણી સાથે ખેડૂતોએ ડીસા નાયબ કલેકટરને અને ડીસા તાલુકા માલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. છતાં જો બેન્કો દ્વારા જો કાર્યવાહી કરવામાં આવશે તો ખેડૂતો ભૂખ હડતાળ પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે.

[google_ad]

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા ઘણાં સમયથી બટાકામાં વારંવાર મંદીના કારણે અનેક ખેડૂતો અને વેપારીઓને મોટું નુકસાન થયું છે. તેમાંથી કોલ્ડ સ્ટોરેજના માલિકો પણ બાકાત રહ્યા નથી. આ કોલ્ડ સ્ટોરેજ માલિકોના લોન ખાતા એન.પી.એ. થતાં બેન્કો દ્વારા હવે કોલ્ડ સ્ટોરેજનો કબ્જો લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

[google_ad]

પરંતુ આ વર્ષે બટાકાનું મબલખ ઉત્પાદન થતાં મોટા ભાગના કોલ્ડ સ્ટોરેજ હાઉસફૂલ થઈ ગયા છે. જ્યારે બીજી તરફ જે સ્ટોરમાં બટાકા મૂકવામાં આવ્યા છે. એવા પણ કેટલાંકને બેંક દ્વારા સીલ મારવા તેમજ કબ્જો લેવાની કાર્યવાહી કરવામાં આવશે તેવી માહીતી મળતાં સ્ટોરેજમાં જે ખેડૂતો ના બટાકા પડયા છે તેવા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે, એક તરફ વારંવાર મંદીને કારણે ખેડૂતોને મોટુ નુકસાન થયું છે.

[google_ad]

 

તો બીજી તરફ હવે સ્ટોરેજમાં બટાકા પડયા હોય અને બેંક દ્વારા કાર્યવાહી કરવામાં આવે તો ખેડૂતોને પડતાં પર પાટુ જેવો ઘાટ થાય તેવી સ્થિતિ સર્જાશે. જો બટાકા એક સ્ટોરમાંથી બીજા સ્ટોરમાં ટ્રાન્સફર કરવામાં આવે તો પણ બટાકા બગડી જવાની સંભાવના વધી જાય છે.

[google_ad]

 

 

તેવામાં એન.પી.એ. થયેલા સ્ટોર માલિકોને રાહત આપવામાં આવે અને તા. 31 ડીસેમ્બર સુધી તેમની સામે કાર્યવાહી અટકાવવામાં આવે તેવી માંગ સાથે ગુરુવારે ખેડૂતોએ ડીસા નાયબ કલેકટર અને ડીસા તાલુકા મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું અને જો તેમ છતાં પણ બેંક દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તો ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉરચારી છે.

 

From – Banaskantha Update


Share