કાંકરેજમાં પેટ્રોલ ભરાવવા આવેલ બાઈકમાં અચાનક આગ લાગતા અફરાતફરી

Share

કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા નેશનલ હાઈવે રોડ પર આવેલા પરાગ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા આવેલા એક બાઈકમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. બાઈકમાં આગ લાગતા જ લોકોમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.

[google_ad]

જયારે પેટ્રોલ પંપ નજીક જ આ ઘટના બનતા મોટી દુર્ઘટના બનવાનો લોકોમાં ભય ફેલાયો હતો. જયારે પેટ્રોલ પંપના કર્મચારીઓ દ્વારા તાત્કાલીક ધોરણે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.

[google_ad]

 

મળેલી માહિતી અનુસાર, કાંકરેજના થરા નેશનલ હાઈવે રોડ પર આવેલા પરાગ પેટ્રોલ પંપ આવેલું છે. જ્યાં પેટ્રોલ પંપ પર આવેલ બાઈક પેટ્રોલ પુરાવવા આવી હતી. દરમિયાન આગમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી.

[google_ad]

 

advt

જોતજોતામાં આગ વધી હતી. જયારે આગ લાગતા જ પેટ્રોલ પંપ પર રહેલા લોકોમાં નાસભાગ મચી હતી. જયારે પેટ્રોલ પંપ નજીક હોવાથી લોકોમાં મોટી દુર્ઘટના બનવાનો ભય ફેલાયો હતો. પેટ્રોલ પુરાવવા આવેલા બાઈક માલિક બાઈકમાં આગ લાગતા તે તાત્કાલીક દૂર નીકળી જતાં સદનસીબે મોટી જાનહાની ટળી હતી.

[google_ad]

 

 

બનાવ અંગે પેટ્રોલ પંપના કર્મચારીઓએ ઘટનાની ગંભીરતાને જોઈ તાત્કાલીક એકસન લઇ આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, બાઈકમાં આગ લાગવાનું કારણ બાઈક ચાલુ રાખી અને પેટ્રોલ ભરાવતી વખતે પ્લગ ખુલ્લો હોવાથી આગ લાગી હોવાનું અનુમાન સ્થાનિક લોકો લગાવી રહ્યા છે.

 

From – Banaskantha Update


Share