એ.સી.બીની સફળ ટ્રેપથી મહિલા TDO અને ત્રણ કર્મચારીઓ 2 લાખની લાંચ લેતા ઝડપાયા

Share

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા પંચાયતના બે કરાર આધારિત ફરજ બજાવતા કર્મચારીઓને અમદાવાદ એસીબીએ બે લાખની લાંચ લેતાં રંગે હાથ ઝડપી લીધા છે. ઉપરાંત આ લાંચ કેસમાં એસીબીએ તાલુકા વિકાસ અધિકારી અને તેઓના વતી લાંચની રકમ સ્વીકારવા આવેલા એક કર્મચારીની પણ લાંચની રકમની માંગણી મુદ્દે અટકાયત કરી છે.

[google_ad]

આમ કોન્ટ્રાકટર પાસેથી મનરેગા યોજનાના મંજુર થયેલા બિલના નાણાં ચુકવણી મુદ્દે લાંચની કરેલી માંગણી અંતર્ગત ટીડીઓ અને ત્રણ કર્મીઓની એસીબીએ અટકાયત કરી ગોધરા એસીબી પોલીસ મથકે લાવી કાર્યવાહી શરૂ કરી છે.

[google_ad]

શહેરા તાલુકા પંચાયતમાં એક કોન્ટ્રાકટર દ્વારા સરકારના ટેન્ડર મુજબ મનરેગા યોજના હેઠળ મંજુર થયેલા વિકાસ કામો અંગેનું ટેન્ડર મંજુર થયું હતું.જે કોન્ટ્રાકટર દ્વારા સપ્લાય કરાયેલા રો મટીરીયલના મનરેગામાં 2.75 કરોડ અને આરઆરપી યોજનાના 1.71 કરોડના બિલના નાણાં ચેક મંજુર કરાયા હતા.

[google_ad]

જેના ચુકવણા મુદ્દે શહેરા તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતાં હેમંત પ્રજાપતિ, કીર્તિપાલ સોલંકી અને રિયાઝ મન્સૂરીએ કોન્ટ્રાકટર પાસેથી કેટલીક રકમ લીધી હતી. જેના બાદ પણ હેમંત પ્રજાપતિ અને કીર્તિપાલ સોલંકીએ કોન્ટ્રાકટર પાસે વધુ એક એક લાખની માંગણી કરી હતી.

[google_ad]

આ ઉપરાંત શહેરા ટીડીઓ ઝરીના અન્સારી વતી અધિક મદદનીશ ઈજનેર રિયાઝ મન્સુરીએ 2.45 લાખની માંગણી કરી હતી. જેથી કોન્ટ્રાકટર દ્વારા લાંચની રકમ નહિં આપવા માંગતા હોવાથી એસીબીને જાણ કરી હતી.

[google_ad]

જે આધારે અમદાવાદ એસીબી ટીમના પીઆઇ કે.કે.ડીંડોડ અને સ્ટાફ દ્વારા શહેરા ખાતે લાંચના છટકાનું આયોજન કરાયું હતું. દરમિયાન કોન્ટ્રાકટરની ઓફીસ ઉપર લાંચના નાણાં લેવા માટે હેમંત પ્રજાપતિ અને કિર્તીપાલ સોલંકી આવ્યા હતા અને લાંચના નાણાં અંગેની વાતચીત કરી એક એક લાખ કોન્ટ્રાકટર પાસેથી સ્વીકાર્યા હતા.

પ્રતીકાત્મક તસ્વીર

[google_ad]

દરમિયાન ટીડીઓ ઝરીના અન્સારી વતી લાંચના નાણાં લેવા આવેલા રીયાઝ મન્સુરીએ હેતુલક્ષી વાતચીત કરી હતી પરંતુ શક જતાં તેણે લાંચની 2.45 લાખની રકમ સ્વીકારી નો હતી. આમ લાંચની 2 લાખ રકમ સ્વીકારતા હેમંત પ્રજાપતિ અને કીર્તિપાલ સોલંકી રંગે હાથ એસીબીએ ઝડપી લીધા હતા.

પ્રતીકાત્મક તસ્વીર

[google_ad]

આ ઉપરાંત એસીબીએ ટીડીઓ વતી લાંચની રકમ લેવા આવેલા રિયાઝ અન્સારી અને કથિત લાંચ ડિમાન્ડ મુદ્દે શહેરા તાલુકા વિકાસ અધિકારી ઝરીના અન્સારીની પણ એસીબી ટીમે કોન્ટ્રાકટર પાસેથી લાંચ માંગવાના પ્રકરણમાં ગોઠવેલા છટકા દરમિયાન અટકાયત કરી છે.

[google_ad]

આમ એસીબી ટીમે શહેરા તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા ટીડીઓ, અધિક મદદનીશ ઈજનેર, મનરેગાના હિસાબી સહાયક અને એગ્રોના WTD મળી કુલ ચાર વ્યક્તિની અટકાયત કરતાં ખળભળાટ મચી ગયો છે.

 

From – Banaskantha Update


Share