સુઈગામમાં બનેલ દુધેશ્વર ગૌશાળા ખાતે ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના ઉપસ્થિતમાં વ્રુક્ષા રોપાણ કરાયું

Share

સુઈગામ તાલુકાના દુધવા ગામે આશરે 1 કરોડ 45 લાખના ખર્ચે બનેલ ભાભરની જલારામ ગૌશાળાની ચોથી શાખા એટલે કે દુધેશ્વર ગૌશાળા ખાતે વ્રુક્ષા રોપાણ કરાયું.

[google_ad]

જેમાં 51 વિગા જમીન બ્રાહ્મણ દુધેચા પરીવાર તરફથી ભુમી દાન કર્યું હતું જેમાં આશરે 1 કરોડ 45 લાખના ખર્ચે તૈયાર થયેલ દુધવા દુધેશ્વર ગૌશાળા ખાતે વ્રુક્ષા રોપણ કરવામાં આવ્યું હતું જેમાં દુધવા બસ સ્ટેન્ડથી લઈને દુધવા સ્મશાન ભૂમિ સુધીના માર્ગમાં 2100 વ્રુક્ષોનું વ્રુક્ષા રોપાણ કરવામાં આવ્યું હતું.

[google_ad]

જેમાં વાવ વિધાનસભાના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના ઉપસ્થિતમાં વ્રુક્ષા રોપાણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જેમાં આ સમગ્ર વ્રુક્ષા રોપણ ગૌશાળા ટ્રસ્ટના ખર્ચે કરવામાં આવ્યું હતું. જેમાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પોતાની ગ્રાન્ટમાંથી 5 લાખ રૂપિયા ગૌશાળા ખાતે દાન આપવામાં આવ્યું હતું.

 

[google_ad]

ત્યાર બાદ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર દુધવા વેરાઇ માતાજીના દર્શન કર્યા હતા તેમજ મંદિર ખાતે નાનકડી એક બેઠકમાં હાજરી આપી હતી જેમાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું સામૈયુ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં વ્રુક્ષા રોપણને લઈને ગ્રામજનોમાં ખુશી જોવા મળી હતી.

 

From – Banaskantha Update


Share