પાલનપુરમાં વિજયાદશમીના પર્વને લઈને તડામાર તૈયારીઓ શરુ : 60 ફૂટના રાવણના પૂતળાનું દહન કરાશે

Share

નવરાત્રિ પર્વ બાદ વિજયા દશમીનું પર્વ આવી રહ્યું છે. ત્યારે પાલનપુર ખાતે વિજયા દશમીના પર્વની ઉજવણીને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં રાવણ દહન માટે 60 ફૂટ ઉંચુ રાવણનું પૂતળુ બનાવવાની કામગીરી ચાલી રહી છે.

[google_ad]

પાલનપુર ખાતે રામ સેવા સમિતિ દ્વારા વિજયા દશમી પર્વની ઉજવણીને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગત વર્ષે કોરોનાનું ગ્રહણ લાગતાં રાવણ દહનનો કાર્યક્રમ રદ કરાયો હતો. જો કે, ચાલુ વર્ષે કોરોનાનું જોર ઘટતાં રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેના ભાગરૂપે મથુરાથી આવેલા મુસ્લિમ પરિવાર વર્ષોથી પાલનપુર ખાતે રાવણ બનાવવાનું કામ કરી રહ્યો છે.

[google_ad]

 

ત્યારે આ વર્ષે પણ 10 થી 12 લોકોનો મુસ્લિમ પરિવાર છેલ્લા માસથી રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળા બનાવવાનું કામ કરી રહ્યા છે. રાવણ દહન રામલીલા મેદાનમાં યોજાય છે. ત્યારે રામલીલા મેદાનની સફાઈ માટે નગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરાઈ છે. નગરપાલિકાના ઉપપ્રમુખ હસમુખભાઇ પઢિયાર, કારોબારી ચેરમેન દીપકભાઇ પટેલ અને શહેર ઉપપ્રમુખ દિનેશભાઇ પંચાલ રાવણ દહનના કાર્યક્રમના આયોજન માટે જહેમત ઉઠાવી રહ્યા છે.

[google_ad]

advt

 

આ અંગે રાવણના પૂતળા બનાવનાર સુલેમાનભાઈએ જણાવ્યું હતું કે, ‘અમે ઘણા સમયથી પાલનપુરમાં આવીએ છીએ. અંદાજીત 20 વર્ષ થઈ ગયા છે. સારું કામ કરવાથી પાલનપુરના લોકો અમને બોલાવે છે. બે વર્ષ કોરોના મહામારીના કારણે આવ્યા ન હતા. પરંતુ આ વર્ષ પાલનપુર આવ્યા છીએ. અમે મુસ્લિમ પરિવારના 12 વ્યક્તિઓ યુ.પી. મથુરાથી આવીએ છીએ. અમે આ વર્ષે રાવણની 60 ફૂટ ઉંચુ પૂતળૂ બનાવવાના છીએ. અગાઉ બનાવામાં આવતાં રાવણના પૂતળાથી થોડા મોટા પૂતળા બનાવવામાં આવ્યા છે. આ વર્ષે રાવણના પૂતળા બનાવવા માટે એક માસ જેટલો સમય લાગ્યો છે.’

 

From – Banaskantha Update


Share