અંબાજીના હોટલના માલિકની હત્યાનો ભેદ ઉકેલાયો : પોલીસે એક શખ્સને ઝડપ્યો : ત્રણ શખ્સો હજુ ફરાર

Share

અંબાજીમાં ગબ્બર પર્વત પાછળના વિસ્તારમાં સપ્તાહ અગાઉ હોટલ માલિકની ર્નિમમ હત્યા થઇ હતી. જેમાં પોલીસે એક ચપ્પલના આધારે હત્યાનો ભેદ ઉકેલી એક આરોપીને ઝડપી લીધો છે. બનાવની રાત્રે પોલીસ ડોગ ટોમને લઇને ઘટનાસ્થળે પહોંચી હતી. પરંતુ અંધારાને કારણે તપાસ થઇ ન હતી. બીજા દિવસે વહેલી સવારે ડોગ ટોમને વિનય રાવલનું માથું જે પથ્થર સાથે અથડાવવામાં આવ્યું હતું.

[google_ad]

 

તેની સ્મેલ આવતાં ડોગ વિરમપુર તરફના રસ્તે જઇ પરત આવ્યો હતો. આથી હત્યારા આ દિશામાં જ ગયા હોવાનું નક્કી થયું હતું. એ બાદ ટોમે ઘટનાસ્થળ નજીકથી હત્યારાનું એક ચપ્પલ શોધી કાઢ્યું હતું અને 300 મીટર દૂર બેડા ગામ તરફ જતાં માર્ગે કાદવમાંથી બીજું ચપ્પલ પણ શોધી કાઢતાં હત્યારા બેડા ગામ તરફ ગયા હોવાની કડી મળી ગઇ હતી. એ પછી પોલીસની ટીમે અન્ય સ્ત્રોત દ્વારા આરોપીને ઝડપી લીધો હતો. હોટલ માલિક એક યુવતી સાથે સનસેટ પોઇન્ટે ગયા હતા. ત્યારે ચાર શખ્સો યુવતી પર દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમની ચૂંગાલમાંથી બચાવવા જતાં દુષ્કર્મીઓએ ચપ્પાના આઠ ઘા ઝીંકી હોટલ માલિકની હત્યા કરી હતી.

[google_ad]

આ અંગે એ.એસ.પી.સુશિલ અગ્રવાલે જણાવ્યું હતું કે ‘દાંતા તાલુકાના હડાદ ગામના વતની વિનય રાવલ અંબાજીમાં હોટલના વ્યવસાયમાં જોડાયેલો હતો. થોડાક સમયથી માઉન્ટ આબુમાં હતો. સપ્તાહ અગાઉ સોમવારની સાંજે એક યુવતી સાથે તે અંબાજી ગબ્બર પાછળના વિસ્તારમાં સનસેટ પોઇન્ટે ગયો હતો. એ દરમિયાન તેલિયા નદીના પુલ નજીક જંગલમાંથી આવેલા ચાર શખ્સો બંને જણાંને એકલા જોઇ યુવતી પર દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. આથી વિનય રાવલ આ દુષ્કર્મીઓની ચૂંગાલમાંથી યુવતીને બચાવવા ગયો હતો. ત્યારે તેમણે તીક્ષ્ણ હથિયારના ઘા મારી વિનયની હત્યા કરી ફરાર થઇ ગયા હતા.’

[google_ad]

 

ઝડપાયેલો હત્યારો
પ્રવિણ કાંતિ ગમાર (રહે. બેડા, ખેરફળી, તા. દાંતા)

આમનું નામ ખૂલ્યું
સુરતા મુંગિયા પરમાર (રહે. છાપરી, તા. દાંતા) અને બીજા બે અજાણ્યા શખ્સો

બનાસકાંઠા જીલ્લા પોલીસ વડા તરૂણ દુગ્ગલ, એલ.સી.બી. પી.આઇ. એચ. પી. પરમાર, એસ.ઓ.જી. પી.આઇ. ડી. આર. ગઢવી, પેરોલ ફર્લો પી.એસ.આઇ. કે. કે. પાટડીયા, અંબાજી પી.આઇ. જે. બી. આચાર્યએ ડોગ સ્કવોર્ડ, એફ.એસ.એલ. સહીતની ટીમે હ્યુમન ઇન્ટેલીજન્સનો સ્ત્રોત અને સ્થાનિક આદિવાસી લોકોની મદદથી ડુંગરાઓમાં આવેલા ગામડામાં ઘરે ઘરે ફરીને હત્યારાને ઝડપી લીધો હતો.

[google_ad]

 

 

આ અંગે બનાસકાંઠા ડોગ સ્કવોર્ડના ડોગ હેન્ડલર વિક્રમ રાવલે જણાવ્યું હતું કે, ‘સુરેશભાઇ ઇશ્વરભાઇ સોલંકીની સાથે બનાવની રાત્રે ડોગ ટોમને લઇને ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પરંતુ અંધારાને કારણે તપાસ થઇ ન હતી. બીજા દિવસે વહેલી સવારે ડોગ ટોમને વિનય રાવલનું માથું જે પથ્થર સાથે અથડાવવામાં આવ્યું હતું. એ તેની સ્મેલ આપવામાં આવતાં ડોગ વિરમપુર તરફના રસ્તે જઇ પરત આવ્યો હતો.

[google_ad]

 

આથી હત્યારા આ દિશામાં જ ગયા હોવાનું નક્કી થયું હતું. એ બાદ ટોમે ઘટનાસ્થળ નજીકથી હત્યારાનું એક ચપ્પલ શોધી કાઢ્યું હતું અને 300 મીટર દૂર બેડા ગામ તરફ જતાં માર્ગે કાદવમાંથી બીજું ચપ્પલ પણ શોધી કાઢતાં હત્યારા બેડા ગામ તરફ ગયા હોવાની કડી મળી ગઇ હતી. એ પછી પોલીસની ટીમે અન્ય સ્ત્રોત દ્વારા આરોપીને ઝડપી લીધો હતો.’

 

From – Banaskantha Update


Share