ધાનેરામાં એલ.સી.બી.પોલીસે વિદેશી દારૂ ભરેલી કાર સાથે શખ્સને ઝડપ્યો

Share

ધાનેરા તાલુકાના કોટડા નજીકથી એલ.સી.બી.એ વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી લીધી હતી. જેમાં રૂ. 1.21 લાખના દારૂ સહીત કાર મળી કુલ રૂ. 4.22 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. એલ.સી.બી. પી.આઇ. એચ.પી.પરમાર, પી.એસ.આઇ. આર. જી. દેસાઇએ ટીમ સાથે ધાનેરાના કોટડા નજીક કાર નં. GJ-05-JH-8515 ને ઉભી રખાવવાનો ઇશારો કર્યો હતો. જો કે, ચાલક કાર લઇને નાસી ગયો હતો.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, દરમિયાન મગરાવા નજીક ટ્રેકટરની આડશ મૂકી કાર ઉભી રખાવી હતી. જેમાંથી રૂ. 1,21,000 ની વિદેશી દારૂની બોટલ નંગ-305 મળી આવી હતી. જેમાં પોલીસે રૂ. 3,00,000 ની કાર મળી કુલ રૂ. 4,21,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

advtજ્યારે કાર ચાલક રાજસ્થાનના સાંચોર તાલુકાના સાંકડના જગદીશભાઈ બાબુભાઈ વિશ્નોઈની અટકાયત કરી હતી અને માલ ભરાવનાર સાંચોરના હીતેશભાઈ પ્રભુજી ચૌધરી સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

From – Banaskantha Update


Share