ડીસા ભોયણ સર્કલ પર ફરી વાર સર્જાયો અકસ્માત : દુધનું વાહન અજાણ્યા ટ્રેલર પાછળ ઘૂસ્યું

Share

ડીસા ભોયણ સર્કલ પર છેલ્લા કેટલાય સમયથી અકસ્માતોની વણઝાર વરસી રહી છે ચાર દિવસ અગાઉ સર્જાયેલ અકસ્માતમાં આગ લાગી હતી જેમાં બે લોકોના મુત્યુ થયા હતા. ત્યારે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા બમ્પ મુકવામાં આવ્યા છે પરંતુ બમ્પ મુક્યા હોવાનો કોઈ જ પ્રકારના સૂચન બોર્ડ ન મુકેલ હોવાથી વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે.

[google_ad]

અકસ્માત સર્જાવાને લઈને વાહન ચાલકોના જીવ તાળવે ચોંટી ગયા છે આજે રાત્રી દરમિયાન પણ એક ગાડીનો અકસ્માત સર્જાયો હતો જ્યારે આજે વહેલી સવારે એક દુધનું વાહન અજાણ્યા ટ્રેલર પાછળ ધુસી જતાં અકસ્માત સર્જાયો હતો.

[google_ad]

જેમાં ડ્રાઈવરને ઈજાગ્રસ્ત થતા 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જોકે, સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી પરંતુ વારંવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે ત્યારે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

[google_ad]

ભોયણ સર્કલ પાસે મોટા બમ્પ મુકવામાં આવ્યા છે જ્યારે રાત્રે દરમિયાન સર્કલ પર અંધારપટ છવાયલો રહેતો હોવાથી આકસ્મિક ઘટનાઓ દિન-પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે નેશનલ હાઇવે એથોરીટી દ્વારા તાત્કાલિક અસરથી લોકહિતની કામગીરી કરી બમ્પની સાઈડ પાસે સૂચન બોર્ડ મુકાયા અને રાત્રી દરમિયાન સ્ટેટ લાઈટો મુકવામાં આવે તો વારંવાર થતાં અકસ્માતોને નિવારી શકાય તેમ છે.

 

From – Banaskantha Update


Share