અમીરગઢ: LCB પોલીસે ઝાંઝરવા પાસેથી દારૂ ભરેલી કાર ઝડપી પાડી

Share

અમીરગઢ વિસ્તારમાંથી દારૂ ભરેલી એસક્રોસ કાર બનાસકાંઠા LCB પોલીસે ઝડપી પાડી છે. જેમાં 1 હજાર 752 જેટલી દારૂની બોટલ જેની કિંમત અંદાજે 2 લાખ 60 હજાર અને કાર સહિત કુલ રુપિયા 8 લાખ 60 હજારનો મુદ્દામાલ કબ્જે લઈ અમીરગઢ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

 

[google_ad]

બનાસકાંઠા LCB પોલીસે અમીરગગઢ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન રાજસ્થાન અમીરગઢથી પાલનપુર તરફ એક એસક્રોસ કાર (GJ-08-BB-2347)માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી પાલનપુર તરફ આવનાર છે જે બાતમી હકીકત આધારે શિવલહેરી કોમ્પલેક્ષની સામે હાઇવે રોડ પર નાકાબંધી દરમ્યાન હકિકત વાળી એસક્રોસ કારનો પીછો કરતાં ઝાઝારવા ગામમાં ચાલક કાર મુકી તેમજ બાજુમાં બેઠેલ ઈસમ ગાડી મૂકી ફરાર થઈ ગયો હતોચ

[google_ad]

ગાડીમાંથી દારૂની 1,752 જેટલી બોટલ જેની રૂપિયા 2 લાખ 60 હજાર 160 જેટલી કિંમત તથા એસક્રોસ કાર સહિત કુલ મુદ્દામાલ રૂપિયા 8 લાખ 60 હજાર 160નો કબ્જે લઈ બંને ઈસમો વિરુદ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ અમીરગઢ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share