ડીસા ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકમાં અધિકારીઓની મનમાની સામે ખેડુત લાચાર બન્યો

Share

ડીસાની ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને વિકાસ બેંક છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં ચાલી રહી છે ત્યારે થોડા દિવસ પહેલા ગ્રામિણ વિકાસ બેંકની ચુંટણી યોજાઈ હતી જેમાં ડીસાના પુર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈની જીત મેળવી હતી. ત્યારે ખેડુતોને નવી આશા બંધાઈ હતી પરંતુ જગતનાં તાત ખેડૂતની આશા ઠગારી નીવડી છે.

[google_ad]

ગઈકાલે સાંજે ડીસા ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ બેંકમાં બાઈવાડાના એક ખેડૂતને પૈસા ભરવા માટે કરીને નોટિસ આપતા ખેડૂત 43 હજાર રૂપિયા જેવી રકમ લઇ અને કૃષિ ગ્રામીણ બેંક ડીસા ખાતે પેમેન્ટ ભરવા આવતા બેંકના મેનેજરે સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો તેમજ ખેડૂતોની રજૂઆત કરવા છતાં મેનેજર પોતાનું ચેમ્બર છોડી અને રવાના થયા હતા.

[google_ad]

આ બાબતે મીડિયાની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચતા જિલ્લા અધિકારી અને મેનેજરનો સંપર્ક કરતા ફોન ઉપાડવાનું ટાળ્યું હતું જ્યારે ખેડૂતે પોતાના નિવેદન જણાવ્યું હતું કે, જે લોકોએ લાખો રૂપિયા જેટલી બાકી રકમ હોવા છતાં કોઈને નોટિસ કે જાણ કરવામાં આવતી નથી જ્યારે એક નાની રકમ માટે કરી મને વારંવાર હેરાન પરેશાન કરવામાં આવી રહ્યો છે.

[google_ad]

કૃષિ ગ્રામીણ બેંકના ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઈનો સંપર્ક કરતા ગોવાભાઇ દેસાઈનો ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો આમ કૃષિ ગ્રામીણ બેંકમાં મીડિયાની ટીમ બેંક પર અહેવાલ બનાવવા પહોંચતા કૃષિ ગ્રામીણ બેંકના તમામ અધિકારીઓની ખુરશીઓ ખાલી જોવા મળી હતી માત્ર પટાવાળાના ભરોસે ચાલતી આ બેંકમાં આવનાર સમયમાં કોઈ અઘટીત બનાવ બનશે તો જવાબદાર વ્યક્તિ કોણ કહેશે એ સૌથી મોટો પ્રશ્ન છે…

 

From – Banaskantha Update


Share