પાલનપુરના બે શિક્ષકોએ કાશ્મીરના સોનામર્ગમાં 12007 ફૂટ ઉંચા શિખર પર તિરંગો લહેરાવતાં બનાસકાંઠાનું નામ રોશન કર્યું

Share

 

 

પાલનપુરમાં રહેતાં અને ખાનગી શાળાના બે શિક્ષકોએ જમ્મુ-કાશ્મીરના સોનામર્ગમાં 12007 ફૂટના ઉંચા શિખર પર પહોંચી તિરંગો લહેરાવી સમગ્ર બનાસકાંઠા જીલ્લાનું નામ રોશન કર્યું છે. પાલનપુરમાં રહેતાં કુલદીપ કંસારા અને જયરાજ પટેલ (આકાશ) એ જમ્મુ-કાશ્મીરના પહલ ગામના પર્વતો વચ્ચે જઇને ઉંચા શિખર પર તિરંગો લહેરાવી માતા-પિતા અને પાલનપુરમાં આવેલ ધ સ્કૂલ ઓફ સાયન્સ-શાળાનું નામ રોશન કર્યું છે.

 

 

જમ્મુ-કાશ્મીરમાં સોનામર્ગમાં આવેલ ટેબલ ટોપ ટ્રેક પર જઇ 12007 ફૂટ ઉંચા શિખર પર તિરંગો લહેરાવતાં તેઓને પ્રશંસા પુરસ્કારથી પણ સન્માનિત કરાયા છે. કુલદીપ અને જયરાજે તમામ ઉપલબ્ધીઓનો શ્રેય જવાહરલાલ ઇન્સ્ટીટ્યુટ ઓફ માઉન્ટ નિયરીંગને આપ્યો હતો. અગાઉ પણ આ બંને પર્વતારોહીઓએ ઘણા બધા શિખર પર તિરંગો લહેરાવ્યો હતો.

 

 

From-Banaskantha update


Share