પાટણના શિક્ષક પતિએ શિક્ષિકા પત્નીની ખોટી સહી કરી વીમાના નાણાં ઉપાડતાં ચકચાર

Share

બંને વચ્ચે અણબનાવ રહેતાં શિક્ષિકા ચાણસ્મા અલગ રહે છે

 

ચાણસ્માના વડાવળીના વતની અને પાટણ રહેતાં શિક્ષકે શિક્ષિકા પત્નીની ખોટી સહી કરીને સંયુક્ત એલ.આઇ.સી. વીમા પોલીસી તોડાવી તેના નાણાં હડપ કરી જતાં ફરિયાદ નોંધાવી છે. સમીના જાસ્કા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં દયાબેન સોલંકીના લગ્ન ચાણસ્મા તાલુકાના વડાવળી ગામના અને હાલ પાટણ સનરાઇઝ સોસાયટીમાં રહેતાં જૂના કલાણા પ્રાથમિક શાળાના શિક્ષક બીપીનચંદ્ર દલસુખભાઇ સોલંકી સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન તેમણે બંનેએ સંયુક્ત માલિકીનું મકાન સનરાઇઝ સોસાયટીમાં લીધું હતું અને બંનેની સંયુક્ત રૂ. 5 લાખની એલ.આઇ.સી.ની પોલીસી ચાણસ્મા શાખામાંથી લીધી હતી.

 

 

 

જ્યાં લગ્ન જીવનમાં ખટાશ ઉભી થતાં પતિ દ્વારા હેરાન-પરેશાન કર્યા બાદમાં અઢી વર્ષ પહેલાં દીકરા અને દીકરી સાથે ઘરમાંથી કાઢી મૂકતાં દયાબેને ચાણસ્મા હાઇવે પર વૃંદાવન વિલા સોસાયટીમાં તેમનું સ્વતંત્ર મકાન લીધું છે. દરમિયાન તેમના પતિએ સંયુક્ત માલિકીની પોલીસી તોડાવીને તે નાણાં ખાતામાં જમા કરાવતાં તેમણે તપાસ કરતાં હકીકત સાચી જણાતાં પતિએ તેમની ખોટી સહી કરી બનાવટી દસ્તાવેજ બનાવી સંયુક્ત પોલીસી તોડાવતાં ફરિયાદ નોંધાઇ છે.

 

From-Banaskantha update

 

 


Share