ચેખલા નજીક નીલગાય વચ્ચે આવતાં ટ્રેલર પલ્ટી ખાઇ જતાં ડ્રાઇવર અને કંડક્ટરનો આબાદ બચાવ

Share

ખીમાણા-શિહોરી હાઇવે રોડ પર મંગળવારે કન્ટેનર ભરીને જતું ટ્રેલર પલ્ટી ખાઇ ગઇ હતી. જો કે, સદ્દનસીબે મોટી જાનહાની ટળી હતી. ચેખલા નજીક નીલગાય વચ્ચે આવતાં ચાલક દ્વારા તાત્કાલીક ધોરણે બચાવ કરવા જતાં અચાનક જ સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતાં અકસ્માત સર્જાયો હતો. મસમોટા કન્ટેનર ભરીને જતું ટ્રેલર નં. RJ-01-GB-9476 પલ્ટી ખાતાં ડ્રાઇવર અને કંડક્ટરનો આબાદ બચાવ થયો હતો.

[google_ad]

જો કે, નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા કોઇપણ પ્રકારની રોડ અને રસ્તા રીપેરીંગ કરવા કે ખાડા પૂરવામાં ન આવતાં છાશવારે લોકોને અકસ્માતોનું ભોગ બનવું પડે છે. ત્યારે હવે તંત્ર દ્વારા તાત્કાલીક ધોરણે ડીસાથી રાધનપુર નેશનલ હાઇવે રોડ ઉપર પડેલ ખાડા પૂરવામાં આવે તેવી લોક લાગણી સાથે માંગણી ઉઠવા પામી છે.

[google_ad]

જ્યારે એક સાઇડનો આખો રસ્તો બંધ થઇ જતાં વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. ત્યારે પોલીસને જાણ થતાં પોલીસે ટ્રાફીકજામ નિવારવા કામગીરી હાથ ધરી હતી અને ક્રેનની મદદથી કન્ટેનરને ઉભો કરવા માટે કાર્યવાહી કરાઇ છે.

 

From – Banaskantha Update


Share