વાહ રે સુરત પોલીસ : માસ્ક બાબતે વિદ્યાર્થીઓને ઢોરમાર અને ગૃહ રાજ્યમંત્રીની રેલીમાં સલામ

Share

દરેક નાગરિકોને કાયદાનું પાલન કરાવવાની જવાબદારી પોલીસની હોય છે. જો કે, સુરતમાં પોલીસની જવાબદારી વ્યક્તિ, હોદ્દા પ્રમાણે જુદી-જુદી રીતે અમલમાં આવતી હોવાનું સામે આવી રહ્યું છે, કારણ કે 2 દિવસ પહેલાં રવિવારે જ ગૃહ રાજ્યમંત્રી સુરતના પ્રવાસે હતા, જેમાં તેઓ માસ્ક વગર અને ટોળાં એકઠાં કરીને સન્માન સ્વીકારતાં જોવા મળ્યા હતા. તે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હોમ ટાઉનમાં સોમવારની રાત્રે યુનિવર્સિટીની હોસ્ટેલના વિદ્યાર્થીઓ પર ગરબા રમતી વખતે કાર્યવાહી કરવામાં આવી અને તેમના શર્ટ પણ ફાડી નાખવામાં આવ્યાં હતાં. પોલીસની આ કામગીરી સામે શહેરીજનો સવાલ ઉઠાવી રહ્યા છે કે આ તે પોલીસનાં કેવાં રૂપ?

[google_ad]

 

આ અંગેની વિગત એવી છે કે, રવિવારે શહેરના બે મંત્રીની વિશાળ જન આશીર્વાદ યાત્રા નીકળી હતી, જેમાં ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની રેલીમાં એકપણ નિયમનું પાલન થયું નહોતું. ઠેર-ઠેર મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થઈ હતી. માર્ગ-મકાનમંત્રી બન્યા બાદ પૂર્ણેશ મોદી અને ગૃહ રાજ્યમંત્રી બન્યા બાદ હર્ષ સંઘવી પહેલીવાર પોતાના શહેરમાં આવ્યા હતા. પૂર્ણેશ મોદીની જન આશીર્વાદ યાત્રા સરોલીથી અડાજણ સુધી ફરી હતી, જ્યાં 54 પોઇન્ટ પર સ્વાગત કરાયું હતું.

[google_ad]

 

હર્ષ સંઘવીની યાત્રા કારગિલચોક, પીપલોદથી નીકળી અલથાણ ખાતે પૂર્ણ થઇ હતી. મોદીની યાત્રાની સારોલી-જહાંગીરપુરાથી રામનગર, અડાજણ પાટિયા, ગુજરાત ગેસ સર્કલથી જલારામનગર પહોંચી હતી, જેમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહીતની કોરોના ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન થયું હતું.

[google_ad]

રવિવારે નેતાઓને નિયમો તોડવાની છૂટ આપનાર પોલીસે સોમવારે રાત્રે યુનિવર્સિટીની હોસ્ટેલના વિદ્યાર્થીઓ માટે ગરબાનું આયોજન યુનિવર્સિટી કેમ્પસમાં કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસે દાદાગીરી દર્શાવી હોય એ રીતે રાત્રે જ યુનિવર્સિટીના સત્તાધીશોને જાણ કર્યા વગર પહોંચી જઈને કાર્યવાહી કરી હતી.

[google_ad]

advt

 

માર મારવામાં આવતાં 7 જેટલાં વિદ્યાર્થીઓ ઘાયલ થતાં તેમને હોસ્પિટલમાં ભરતી કરવા પડયા તો બીજી તરફ વિદ્યાર્થીઓનાં શર્ટ પણ ફાટી ગયાં એ પ્રકારે પોલીસે જોર લગાવ્યું હતું.

 

From – Banaskantha Update


Share