ડીસામાંથી ફરી વાર મેફેડ્રોન(MD) ડ્રગ્સ ઝડપાયું : 117.570 ગ્રામ MD ડ્રગ્સ સાથે ચાર શખ્સો ઝડપાયા

Share

ડીસા તાલુકા પોલીસે ટેટોડા ગૌશાળા નજીક i10 ગાડીમાંથી ચાર શખ્સો સાથે 117. 570 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી.

બનાસકાંઠા જિલ્લામાં ફરી મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું છે. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો, ડીસા તાલુકા પોલીસ કંસારી ગામ ત્રણ રસ્તા ખાતે વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન કંસારી ટોલનાકા તરફથી આવતી એક સફેદ કલરની i10 કારને હાથ વડે રોકવા ઈશારો કરતા કાર ચાલકે પોતાની કાર રોકેલ ન હોય જેથી ડીસા તાલુકા પોલીસની ટીમ તેનો પીછો કર્યો હતો.

 

[google_ad]

પીછો કરતા ટેટોડા ગૌશાળા પાસે આવતા i10 કારનું આગળનું ડ્રાઈવર સાઈડનું ટાયર ફાટી જતા i10 કાર ઉભી રહી હતી. જેમાં બેસેલ ચાર શખ્સો કારમાંથી ઉતરી નાસવા લાગેલ જેથી ડીસા તાલુકા પોલીસનો સ્ટાફે નાશી ગયેલ ચાર શખ્સોનો પીછો કરી પકડી પાડી ડીસા તાલુકા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા.

[google_ad]

જે બાદ પૂછપરછ કરતા ચાર શખ્સોએ ગાડીમાં મેફેડ્રોન ડ્રગ્સ હોવાની હકીકત જણાવતા જેથી ડીસા તાલુકા પોલીસે i10 કાર જેનો નંબર DL-10-CS-6255 જેની કિંમત રૂ.3,00,000 ગાડી જેમાં પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ જેનું વજન 117.570 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કુલ કિંમત રૂ.11,75,700 તથા DELL LATITUDE D530 મોડલનું લેપટોપ જેની કિંમત રૂ.15,000 તથા રોકડ રકમ રૂ.1,030 તેમજ મોબાઈલ ફોન નંગ-4 જેની કિંમત રૂ.20,000 આમ કુલ કિંમત.રૂ.15,11,730ના મુદામાલ કબ્જે કરી તમામ ચાર શખ્સોને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

[google_ad]

ઝડપાયેલા આરોપી:-

(1)ભવરલાલ ભગવાનરામ જાટ રહે.ટામ્પી તા.ચિતલવાણા જી.જાલોર(રાજસ્થાન)
(2)રતનલાલ પ્રેમારામ નાઈ રહે.ડાવલ તા.ચિતલવાણા જી.જાલોર (રાજસ્થાન)
(3)હનુમાનરામ જુજારામ જાટ રહે.ભીમથલ તા. ધોરીમન્ના જી.બાડમેર(રાજસ્થાન)
(4)હનુમાનરામ ભવરારામ જાટ રહે.ભીમથલ તા.ધોરીમન્ના જી.બાડમેર(રાજસ્થાન)

 

[google_ad]

બનાસકાંઠા જિલ્લામાં એક મહિના અગાઉ ડીસાની મોઢેશ્વરી સોસાયટી ખાતે પણ મેફેડ્રોન, સ્મેક, ગાંજો લાખોના મુદ્દામાલ સાથે પાબ્લો ઈશકોન નામના શખ્સને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જે બાદ આજે ડીસા તાલુકા પોલીસે મેફેડ્રોન ડ્રગ્સ સાથે ચાર શખ્સોને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share