ઇકબાલગઢમાં રાજીનામું આપ્યા પછી સ્ટોર કીપર રૂ. 9.60 લાખનો સિગ્નલનો વાયર લઇ છૂમંતર

Share

અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ નજીક નવી રેલ્વે લાઇન ઉપર સિગ્નલ નાખવાની કામગીરી ચાલી રહી છે. જ્યાં રાજીનામુ આપ્યા પછી એક કર્મચારીએ પોતાની સીનીયર એકઝીકયુટીવ સ્ટોર કીપરની ખોટી ઓળખ આપી રૂ. 9.60 લાખનો સિગ્નલનો વાયર ટ્રેક ઉપર મોકલવાનું કહી ચોરી કરી હતી. આ અંગે અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અમીરગઢ નજીક નવી રેલ્વે ટ્રેક ઉપર રેલ એન્ડ એન્જીનીયરીંગ લીમીટેડ કંપની દ્વારા સિગ્નલ લગાવવાનું કામ ચાલી રહ્યું છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છી કે, જ્યાં અગાઉ સીનીયર એકઝીક્યુટીવ તરીકે મધ્યપ્રદેશના શીંગરોલી જીલ્લાના વૈદન તાલુકાના ગનીયારીનો અવિનાશ માતાપ્રસાદ યાદવ ફરજ બજાવતો હતો. જેની બદલી એપ્રિલ-2021 માં ઉત્તર પ્રદેશના મોગલસરાયમાં થઇ હતી. જ્યાં તેણે નોકરીમાંથી રાજીનામું આપી દીધુ હોવા છતાં તા. 22 ઓગષ્ટના રોજ ઇકબાલગઢમાં આવી ગાર્ડ અમીરગઢ તાલુકાના સરોત્રાના ચંદ્રકાંતભાઇ વસાભાઇ પરમારને પોતાની બદલી ફરીથી અહીયા થઇ છે. તેમ કહી સીનીયર એકઝીકયુટીવ સ્ટોર કીપરની ખોટી ઓળખ આપી રૂ. 9,60,000 લાખનો 65 સ્કવેર એમ. એમ. વાયર 1200 કિલોનો રોલ ટ્રેક ઉપર મોકલવાનું કહી ચોરી કરી હતી.

[google_ad]

advt

આ અંગે નવી દિલ્હીના પ્રશાસનીક અધિકારી રાજકુમાર હનુમાનચરણ શર્માએ અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From  – Banaskantha Update


Share