બનાસકાંઠા એલ.સી.બી. પોલીસની ટીમે ચોરીના મોટર સાઇકલ સાથે શખ્સને ઝડપ્યો

Share

બનાસકાંઠા એલ.સી.બી. પોલીસની ટીમ સોમવારે ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમીના આધારે વિંછીવાડી બસ સ્ટેન્ડ નજીકથી ચોરીના મોટર સાઇકલ સાથે શખ્સને ઝડપી પાડ્યો હતો. આ અંગે શખ્સને વધુ તપાસ માટે એલ.સી.બી. પોલીસની ટીમે ધાનેરા પોલીસને સોંપ્યો છે.

 

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો સોમવારે ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી બાતમીના આધારે એક શખ્સ એચ.એફ.ડીલેક્ષ મોટર સાઇકલ લઇ થાવરથી વિંછીવાડી તરફ આવનાર છે.

[google_ad]

જે બાતમીના આધારે વિંછીવાડી બસ સ્ટેન્ડ નજીક વોચ તપાસમાં રહી બાતમીવાળુ મોટર સાઇકલ નં. GJ-08-AC-9841 નાનુ આવતાં તેને રોકાવી તેના ચાલક કનારામ સ/ઓ પતારામ ગર્ગ (રહે. મદાવા, તા. ચોટણ, જીલ્લો-બાડમેર, રાજસ્થાન) વાળાને ઝડપી તેની પૂછપરછ કરી હતી.

 

[google_ad]

તેવામાં ધાનેરા પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો આવી ગયા હતા. તેઓને સાથે રાખી મોટર સાઇકલ બાબતે યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં મોટર સાઇકલ ધાનેરાથી ચોરી કર્યાનું જણાવતાં ધાનેરા પોલીસ સ્ટેશનમાં તપાસ કરતાં ધાનેરા ગુનો નોંધાયો હતો. જેથી પોલીસે મોટર સાઇકલ નં. GJ-08-AC-9841 કિંમત રૂા. 30,000નું ગણી મુજબ જપ્ત કર્યું હતું. આ અંગે એલ.સી.બી. પોલીસની ટીમે વધુ પૂછપરછ માટે શખ્સને ધાનેરા પોલીસને સોંપ્યો છે.

 

From – Banaskantha Update


Share