પાલનપુરની મહિલા બની લગ્નની મેટ્રિમોની એપની ભોગ : આરોપીએ લગ્નની લાલચ આપી મહિલા સાથે અનેકવાર આચર્યું દુષ્કર્મ

Share

લગ્ન માટે મનપસંદ પાત્ર મેળવવા જો તમે કોઈ એપ પર પોતાની નોંધણી કરાવી છે તો સાવધાન થઈ જજો… આવી જ એક એપનો ભરોસો ખોખલો સાબિત થયો છે અને પરણિત પુરુષે અપરણિત હોવાની ખોટી માહિતી એપ પર મૂકી મહિલાને ફસાવી તેની સાથે દુષ્કર્મ આચરી ધમકી આપવાનો લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

[google_ad]

બનાસકાંઠાના પાલનપુરમાં એક મહિલા લગ્ન માટે આવી જ એક એપ્લિકેશનમાં મનપસંદ પાત્ર મેળવ્યાં બાદ દુષ્કર્મનો ભોગ બની છે. હવે આ મહિલાએ ન્યાય માટે પોલીસના દ્વાર ખખડાવ્યા છે.

ભાર્તેશ મોદી (મહિલા ફરિયાદી દ્વારા મળેલ તહોમતદારનો ફાઇલ ફોટો)

[google_ad]

બનાસકાંઠા જિલ્લામાં બેટર હાફ મેટ્રિમોની શાદી એપ્લિકેશનમાં પાલનપુરની એક મહિલા ભોગ બની છે. એક યુવકે મહિલાને લગ્નની લાલચ આપી મહિલા સાથે અનેકવાર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. તેમજ ભોગ બનનાર મહિલાએ પાલનપુર સીટી પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

[google_ad]

સમગ્ર વિશ્વમાં લોકો મેટ્રિમોની એપ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી અનેક લોકો લગ્ન માટે એપ્લાય કરતાં હોય છે. તો અનેક લોકો આ મેટ્રિમોની એપ્લિકેશન મારફતે છેતરાતા હોય છે. ત્યારે બેટર હાફ નામની મેટ્રિમોની એપ્લિકેશનથી બનાસકાંઠા જિલ્લાની એક મહિલા ભોગ બની છે.

[google_ad]

સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો, પાલનપુરની મહિલા જેને બેટર હાફ મેટ્રીમોની એપ નામની એપ્લિકેશનમાં લગ્ન માટે સારો છોકરો મેળવવા માટે બાયોડેટા એપ્લાય કર્યા હતા. ત્યારે સુરત ખાતે આવેલ ઋષિરાજ એપાર્ટમેન્ટ અઠવા લાઇન્સ સુરત શહેરના ભારતેષ મહેશભાઈ મોદી નામના યુવકે પણ આ એપ્લિકેશનમાં કુંવારા હોવાના ખોટા બાયોડેટા ભરી એપ મારફતે ફરિયાદી મહિલા સાથે સંપર્ક કરી મહિલા સાથે ફોન ઉપર તેમજ વીડિયો કોલિંગ પર વાતચિત શરુ કરી હતી.

[google_ad]

પ્રથમ વખત વાતચીતમાં ભારતેષ મહેશભાઈ મોદીએ જણાવેલ કે, હું ડાયકિંગ એસી કંપનીમાં નોકરી કરું છું. તેમજ ફરિયાદી મહિલાએ તેની પોતાની સાચી હકીકત જણાવેલ કે 2007માં લગ્ન થયા હતા. જેમાં બે જુડવા બાળકો છે. તેમજ ઘરેલુ પ્રશ્ર્નોના કારણે તેના પતિ સાથે 2019માં કાયદાકીય છુટાછેડા લીધેલ છે.

[google_ad]

તેવું જણાવેલ જે બાદ આરોપી ભારતેષ મોદીએ પણ કહેલ કે હું અવિવાહિત છું મારે પણ લાઈફ પાર્ટનરની જરૂર છે. તેવું જણાવેલ જે બાદ એક મહિનો એક બીજા સાથે ફોન પર વાત ચાલુ રાખેલ. જે બાદ ભારતેષ મોદીએ ફરિયાદી મહિલાને કહેલ કે લગ્ન પહેલા એકવાર આપણે રૂબરૂ મળીએ. ફરિયાદી મહિલાને સુરત મળવા બોલાવલે જે બાદ ફરિયાદી મહિલા સુરત ખાતે 18/06/2021ના રોજ મળવા ગયેલ જે બાદ 19/06/2021ના રોજ ભારતેષ મોદી ફરિયાદી મહિલાને મળેલ.

[google_ad]

જે બાદ ફરિયાદી મહિલાને ભારતેષ મોદી સુરતની એક હોટલમાં ફરિયાદી મહિલાને લઈ ગયેલ જે બાદ ભારતેષ મોદીએ લગ્ન બાબતે પ્રપોઝ કરી ફરિયાદી મહિલાને વીંટી પહેરાવી સગાઈ કરી હોવાનું ફરિયાદી મહિલાએ જણાવેલ તેમજ ભારતેષ મહેશભાઈ મોદી લગ્નની લાલચ આપી વિશ્વાસમાં લઇ ભારતેષ મોદી જણાવેલ કે, દિવાળી સુધી મારા માતા-પિતાને મનાવી આપણે લગ્ન કરી દઈશું.

[google_ad]

તેવું કહી વિશ્વાસમાં લઇ ફરિયાદી મહિલા સાથે શરીરસુખ માણેલ જે બાદ 20/06/2021ના બીજા દિવસે ફરી ફરિયાદી મહિલાને મળવા બોલાવેલ તેમજ ફરીથી શરીર સુખ માણેલ તેમજ ભારતેષ મોદીએ ફરિયાદી મહિલાને જણાવેલ કે, તમારા દીકરાને સારી રીતે રાખવાનું તમે સારું શિક્ષણ આપવાની મીઠી મીઠી વાતો કરી વિશ્વાસમાં લીધેલ જે બાદ 22/06/2019ના સવારે પાલનપુર આવેલ પછી ફોન પર વાતો ચાલુ રાખેલ.

[google_ad]

જે બાદ ભારતેષ મોદી અમદાવાદ કંપનીમાં કામ અર્થે આવતો હોઇ જેથી ફરિયાદી મહિલાને અમદાવાદ મળવા બોલાવલે જેથી તા.04/08/2021ના રોજ અમદાવાદ મળવા ગયેલ અને બાદમાં ભારતેષ મોદી અમદાવાદની એક હોટલમાં લઈ ગયેલ જે બાદ ભારતેષ મોદીએ દિવાળી પછી લગ્ન કરવાની વાયદો કરેલો. ફરિયાદી મહિલા સાથે ફરીથી શરીરસુખ માણવા આવી રીતે અલગ અલગ જગ્યાએ ફરિયાદી મહિલા સાથે શરીરસુખ માણેલ.

 

[google_ad]

જે બાદ તા.03/10/2021ના રોજ ભારતેષ મોદી પાલનપુર આવેલ બાદ ફરિયાદીને એક હોટલમાં મળવા બોલાવેલ તેને લગ્નનું પ્રોમિસ આપી શરીરસુખ માણેલ જે બાદ તેના ફોન પર કોઈનો વારંવાર ફોન આવતો હોઇ જેથી તે બાજુમાં ફોન પર વાત કરવા ગયો હોઇ જેથી ફરિયાદી મહિલાને શક થતા તેને પૂછતાં તેણે જણાવેલ કે કંપનીમાં કામ અર્થે ફોન આવે છે. તેવું કહી વાતને ટાળી દીધેલ.

 

[google_ad]

જે બાદ ભારતેષ મોદીનો ફોન માંગેલ ત્યારે તેનો ફોન આપેલ જે બાદ ફોનમાંથી તેના માતા-પિતાનો નંબર લઈ લીધેલ અને બાદમાં 04/10/2021ના રોજ ભારતેષ મોદી અમદાવાદ જતો રહેલ જે બાદ ફરિયાદી મહિલાએ ભારતેષ મોદીના માતા-પિતા સાથે વાત કરેલ જેમાં તેમના પરિવારનું પૂછતાં તેના માતા-પિતાએ જણાવેલ કે, ભારતેષ મોદી તેના પરિવાર સાથે અલગ રહે છે અને તેના લગ્ન થઈ ગયા છે તેવું ફરિયાદી મહિલાને જાણવા મળેલ.

 

[google_ad]

જે બાબતનુ ધ્યાન આવતા ફરિયાદી મહિલાને ખબર પડી કે ભારતેષ મહેશભાઈ મોદીએ બેટર હાફ મેટ્રીમોની એપ્લીકેશનમાં કુંવારો હોવાનું ખોટા બાયોડેટા બતાવી ફરિયાદી મહિલા સાથે છેતરપીંડી કરેલ છે. તેમજ ફરિયાદી મહિલા સાથે અનેક વાર અલગ અલગ જગ્યાએ હોટલમાં શરીરસુખ માણેલ છે. જે બાબતની મહિલાએ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ મથકે ભારતેષ મહેશભાઈ મોદી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈ.પી.સી. કલમ 406,420,376,376(2) (n),506(1) મુજબની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share