બનાસકાંઠાનું ગૌરવ : વડગામની વિદ્યાર્થીની ટેનિસ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન

Share

વડગામમાં યુ.એચ.ચૌધરી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની વિદ્યાર્થીનીએ 2.5 લાખ મેન્સ એન્ડ વુમન્સ અપ્પાસ્વામી ઓપન ટેનિસ ટુર્નામેન્ટ ચેન્નાઇમાં ચેમ્પિયન બની હતી. અને તેને ફાઇનલમાં કર્ણાટક સામે વિજય મેળવી કોલેજ, ગામ અને તાલુકાનું નામ દેશમાં રોશન કર્યું હતું.

[google_ad]

વૈદેહી ચૌધરીએ ચેન્નાઇ ઓપન ટેનિસમાં ચેમ્પિયનમાં ગુજરાત રાજ્યની શક્તિદૂત પ્લેયર તરીકે ટેનિસમાં 2.5 લાખ મેન્સ એન્ડ વુમન્સ અપ્પાસ્વામી ઓપન ટેનિસ ટુર્નામેન્ટ ચેન્નાઇમાં ચેમ્પિયન બની છે. જ્યારે તેણે તા. 27 સપ્ટેમ્બર-2021 થી તા. 02 ઓક્ટોબર-2021 સુધી રમાયેલ 2.5 લાખ મેન્સ એન્ડ વુમન્સ અપ્પાસ્વામી ઓપન ટેનિસ ટુર્નામેન્ટ ચેન્નાઇમાં વૈદેહી ચૌધરીએ પ્રથમ રાઉન્ડ કેરાલાની ગાયત્રી મેનન સામે 6-2, 6-1 થી વિજય મેળવી બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. બીજા રાઉન્ડમાં મહારાષ્ટ્રની બેલા તમહાનકર સામે 6-0, 6-0 થી વિજય મેળવી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

[google_ad]

advt

 

ક્વાર્ટર ફાઇનલમાં મહારાષ્ટ્રની સુદીપ્તા સેન્થીલકુમાર સામે 6-0, 6-3 થી વિજય મેળવી સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સેમી ફાઇનલમાં વેસ્ટ બંગાળની યુબ્રાની બેનરજી સામે 6-2, 6-0 થી વિજય મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ફાઇનલમાં કર્ણાટકની રેશ્મા મારૂરી સામે 4-6, 6-1, 6-0 થી વિજય મેળવી ચેમ્પિયન બની ટાઇટલ મેળવી કોલેજ, ગામ અને ગુજરાતનું ગૌરવ વધારેલ છે.

[google_ad]

 

વૈદેહી છેલ્લા 11 વર્ષથી તેમના કોચ જીગ્નેશ રાવલ જોડે ટ્રેનિંગ લઈ રહી છે. વૈદેહી અત્યારે જીગ્નેશ રાવલ જોડે અલ્તેવોલ ટેનિસ એકેડેમી, અમદાવાદ ખાતે ટ્રેનિંગ લઈ રહી છે. આ સિધ્ધિ માટે કોલેજના પ્રિન્સિપાલ ડૉ.એલ.વી.ગોળે કોલેજ પરિવારએ અભિનંદન પાઠવ્યા હતા.

 

From – Banaskantha Update


Share