પાલનપુરમાં કોબ્રા દંશનો ભોગ બનેલ મહીલાને ક્ષત્રિય ઠાકોર સેનાએ 10 બોટલ રક્તદાન કરી જીવ બચાવ્યો

Share

પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં કોબ્રાના દંશથી ગંભીર બનેલી રાજસ્થાનની મહિલાનો જીવ જોખમમાં મુકાઇ ગયો હતો. તેણીનું લોહી પાતળું થતાં લોહીની ઉલટીઓ શરૂ થઇ ગઇ હતી. કિડની ઉપર પણ સોજો આવી ગયો હતો. આવી સ્થિતિમાં ક્ષત્રિય ઠાકોર સેનાના યુવાનોએ 10 બોટલ રકતદાન કરી તેણીનો જીવ બચાવી લીધો હતો.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, રાજસ્થાનના ગીતાબેન પ્રજાપતિ ખેતરમાં કામ કરી રહ્યા હતા. ત્યારે તેમને ઝેરી કોબ્રાએ દંશ માર્યો હતો. પરિવારજનોએ તાત્કાલીક તેમને પાલનપુરની ઓમ આઇ.સી.યુ.માં દાખલ કરી હતી. જ્યાં તેની હાલત ગંભીર હોઇ 20 ઉપરાંત રકતની જરૂર પડી હતી. આ અંગેની જાણ થતાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પાલનપુર તાલુકાની ટીમ વ્હારે આવી હતી. આ અંગે બ્લડ કમિટીના પ્રમુખ શંભુજી ઠાકોરે જણાવ્યું હતું કે, તાલુકા પ્રમુખ પ્રવિણજી ઠાકોર અને સેનાના યુવાનોએ તાત્કાલીક 10 બોટલ રકતદાન કર્યુ હતુ. આ ઉપરાંત લોહીની પ્રોસેસ માટે રૂ. 9,000 પણ ભર્યા હતા.

[google_ad]

advt

 

આ અંગે તબીબ ડો. કૃણાલ કે. પટેલે કહ્યું હતું કે, મહીલાની સારવાર માટે પ્લેટનેટ અને એસ.એફ.પી ચઢાવવા અત્યંત જરૂરી હતી. આવી સ્થિતિમાં સેવાભાવી યુવાનો તેમજ દર્દીના પરિવારજનો દ્વારા 22 બોટલ રકત આપ્યું હતુ. એક સપ્તાહની સારવાર બાદ દર્દી સંપૂર્ણ સ્વસ્થ થઇ જતાં રજા અપાઇ છે.

 

From – Banaskantha Update


Share