બનાસકાંઠા: પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતો-ફરતો શખ્સ ઝડપાયો

Share

બનાસકાંઠા પેરોલ ફ્લો સ્કોડની ટીમને સોમવારે ખાનગી બાતમીના આધારે પાટણ જીલ્લાના કાકોશી પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા શખ્સને લુણપુર નજીકથી ઝડપી પાડ્યો. આ અંગે બનાસકાંઠા પેરોલ ફ્લો સ્કોડની ટીમે શખ્સને વધુ તપાસ માટે કાકોશી પોલીસ સ્ટેશનમાં જાણ કરી ડીસા તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપ્યો છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા પેરોલ ફ્લો સ્કોડની ટીમના સ્ટાફના માણસો સોમવારે ડીસા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસતા-ફરતા આરોપીઓની તપાસમાં હતા.

 

[google_ad]

તે દરમિયાન ટીમને ખાનગી બાતમીના આધારે કાકોશી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનાનો એક વર્ષથી નાસતો-ફરતો આરોપી પરથીસિંહ ભોમસિંહ સોલંકી (રહે. લુણપુર, આથમણી પાર્ટી, તા.ડીસા) વાળાને લુણપુરથી ઝડપી પાડ્યો હતો. આ અંગે બનાસકાંઠા પેરોલ ફ્લો સ્કોડની ટીમે વધુ તપાસ માટે કાકોશી પોલીસ સ્ટેશનમાં જાણ કરી ડીસા તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે.

 

From – Banaskantha Update


Share