બનાસકાંઠા ભૂસ્તર વિભાગનો સપાટો : કરોડ ઉપરાંતના મુદ્દામાલ સાથે 5 ડમ્પરો ઝડપ્યા

Share

બનાસકાંઠા ભૂસ્તર વિભાગએ ફરી એકવાર મોડી રાત્રે ખાનગી વાહનમાં ચેકીંગ હાથ ધરી ખનીજ ચોરી ઝડપી પાડી છે. ધાનેરા હાઇવે પરથી રોયલ્ટી પાસ વગર પસાર થતા પાંચ ડમ્પર ઝડપી ડીસા તાલુકા પોલીસ મથકે લાવેલ અને દંડ વસુલવાની કાર્યવાહી હાથ ધરી છે.

 

[google_ad]

ગત મોડી રાત્રે ખનીજની ટિમ ડીસા તરફ ખાનગી વાહનમાં બેસી ડીસા ધાનેરા હાઇવે પર ચેકીંગ હાથ ધરેલ જે દરમ્યાન ડીસા તરફથી આવતા ડમ્પરો રોકાવી રોયલ્ટી બાબતે પૂછપરછ કરતા રોયલ્ટી પાસ મળી આવેલ નહિ જેથી પાંચ ડમ્પર કબ્જે કરી ડીસા તાલુકા પોલીસ મથકે લાવેલ અને કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી લાખોનો દંડ વસુલ કરવા કાર્યવાહી હાથ ધરેલ.

[google_ad]

ભૂસ્તર અધિકારી સુભાષ જોષીને પૂછતાં તેઓ જણાવેલ કે, અમારી ટિમ ડીસા સહિત બનાસકાંઠામાં રજાનો દિવસ હોય કે રાત સતત ખનીજ ચોરી ઝડપવા દોડધામ કરતી હોય છે ત્યારે ગતરોજ ખાનગી વાહનમાં બેસીને ડીસા તરફ ચેકીંગ હાથ ધરી રહ્યા હતા અને બાદમાં ધાનેરા રોડ પર ચેકીંગ હાથ ધરતા પાંચ ડમ્પર રોયલ્ટી પાસ વગર રેતી વહન કરતા ઝડપી પાડેલ છે તેમની પાસેથી દંડ વસુલ કરવામાં આવશે.

 

[google_ad]

બનાસકાંઠામાં ભૂસ્તર વિભાગને ડીસા સહિત જિલ્લામાં ખનીજ ચોરી ઝડપવામાં સફળતા મળી છે અને છેલ્લા બે વર્ષમાં બનાસકાંઠામાંથી ઐતિહાસિક આવક ઉભી કરી છે.

[google_ad]

ગતમોડી રાત્રે પકડી પાડેલ ડમ્પર જેમાં GJ-08-AU-0124, RJ-45-GA-3477, RJ-46-GA-2466, RJ-16-GA-4718, RJ-46-GA-1046 જે ગાડીઓ કબ્જે કરી ડીસા તાલુકા પોલીસ મથકે લાવવામાં આવી.

 

[google_ad]

બનાસકાંઠામાં ખનીજ વિભાગે ગતવર્ષે રૂ.75 કરોડ ઉપરાંતની આવક ઉભી કરી બનાસકાંઠાના ઇતિહાસની સૌથી વધુ આવક મેળવી હતી જ્યારે ચાલુ વર્ષે એનાથી વધુ એટલે કે રૂ.85 કરોડ આસપાસ આવક ઉભી કરી.

 

 

From – Banaskantha Update


Share