પાલનપુરમાં જીલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય કિશોરી સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજાયો

Share

પાલનપુર વી. આર. વિધાલય માં જીલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય કિશોરી સ્વાસ્થ્યના વિષય પર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બાળકીઓને તરૂણાવસ્થા દરમ્યાનની મુઝવણો અને સમાધાન તથા ગુડ ટચ અને બેડ ડચ અને પોષણ પર આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું.

[google_ad]

આ પ્રસંગે જીલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ જણાવ્યુ હતું કે, બાળકીઓએ બાળવસ્થામાંથી તરૂણાવસ્થામાં પ્રવેશતા સમયે બિલકુલ ડરવાની જરૂર નથી. પરંતુ તે સમય સાચા માર્ગદર્શન અને સાચી માહિતીની જરૂર હોય છે. તેમણે બેડ ટચ અને ગુડ ટચની વિગતો સાથે સમજ આપતા કહ્યુ હતું કે, તમારા કુટુંબમાં, શાળામાં કે ટ્યુશનમાં કોઇપણ બહાના બનાવી તમને સ્પર્શવાનો પ્રયત્ન કરે ત્યારે બેડ ટચ અને ગુડ ટચ વચ્ચેની ભેદરેખા સમજી તે અંગેની માતાને વાલીને જાણ કરીએ. જીલ્લા વિકાસ અધિકારીએ સમતોલ આહાર અને પોષણ બાબતે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું.

[google_ad]

આ સમગ્ર કાર્યક્રમ અધિક જીલ્લા આરોગ્ય અધિકારી અને નાયબ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના માર્ગદર્શન હેઠળ તેમજ તાલુકા આરોગ્ય કચેરી અને અર્બન હેલ્થ સેન્ટર–2 દ્વારા રાષ્ટ્રીય કિશોરી સ્વાસ્થ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

[google_ad]

આ કાર્યક્રમમાં તાલુકા આરોગ્ય અધિકારી ર્ડા. અનાવાડીયા, અર્બન-૧ અને અર્બન-2 ના મેડીકલ ઓફિસરો અને કેળવણી નિરિક્ષક નૈનેષભાઈ દવે ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમનું સફળ સંચાલન વી. આર. વિધાલયના આચાર્ય ભારમલભાઈ પટેલ અને ડી.આઈ.ઈ.સી.ઓ. એમ.એન.રાઠોડે કર્યુ હતું.

 

From – Banaskantha Update


Share