ડીસામાં ચોકીદારની નિર્દયતા પૂર્વક હત્યા થતાં શોકગ્રસ્ત સિનિયર સિટીજનો દ્વારા પ્રાર્થના સભા યોજાઇ

Share

ડીસાના લોકો માટે આસ્થા કેન્દ્ર બનેલાં સાઈબાબા મંદિરમાં કટિભાઇ વજીર છેલ્લા 20 વર્ષથી નિષ્ઠાપૂર્વક ચોકીદાર તરીકે ફરજ બજાવતાં હતા. તેમની નિર્દયતા પૂર્વક હત્યા કરાઇ હોવાની ઘટના બની હતી. જેને પગલે સોમવારે ડીસાના સાઈબાબા મંદિરમાં સિનિયર સિટીજનો દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

[google_ad]

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસાના લોકો માટે આસ્થા કેન્દ્ર બનેલાં સાઈબાબા મંદિરમાં કટિભાઇ વજીર છેલ્લા 20 વર્ષથી નિષ્ઠાપૂર્વક ચોકીદાર તરીકે ફરજ બજાવતાં હતા. તેમની નિર્દયતા પૂર્વક હત્યા કરાઇ હોવાની ઘટના બની હતી. આ ઘટનાએ સમગ્ર ડીસા શહેરમાં ચકચાર મચાવી દીધી હતી. સાઈબાબા મંદિરમાં કાયમી આવતાં દર્શનાર્થીઓ અને સાઈબાબા ચેરિટેબલ ટ્રસ્ટનાં સભ્યો અને સિનિયર સિટીજનો સાથે સારો એવો ઘરોબો ધરાવતા હતા. ત્યારે કટિભાઇ વજીરની નિર્દયતા પૂર્વક હત્યા થતાં આ તમામ લોકો શોકમાં ગરકાવ થઈ ગયા છે. જેને પગલે સોમવારે ડીસાના સાઈબાબા મંદિરમાં સિનિયર સિટીજનો દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

[google_ad]

આ પ્રસંગે દાતાઓ દ્વારા કટિભાઇના પરિવારને આર્થિક સહાય પણ આપવામાં આવી હતી. ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ ભરતીયા, ભગવનદાસ બંધુ, અશ્વિનભાઈ પરમાર, શશિકાંતભાઈ ઠક્કર, રમેશભાઈ, સતિષભાઇ, અમિતભાઈ, દિનેશભાઇ સહીત સિનિયર સિટીજનો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

[google_ad]

 

advt

સોમવારે યોજાયેલી પ્રાર્થના સભામાં ડીસા સાઈબાબા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ડીસાના નગરજનોને અપીલ કરતાં જણાવ્યુ હતું કે, જે કોઈ દાતાઓ કટિભાઇના પરિવારને આર્થિક સહાય આપવા માંગતા હોય તે લોકો ડીસા સાઈબાબા ચેરિટેબલ ટ્રસ્ટનો સંપર્ક કરી શકે છે.

 

From – Banaskantha Update


Share