ભારતને અંતરિક્ષમાં અગ્રેસર બનાવવા મોદીના હસ્તે આઈ.એસ.પી.એ લોન્ચ કર્યું

Share


વડાપ્રધાન મોદીએ સોમવારે ઈન્ડીયન સ્પેસ એસોસીએશનને વિડીયો કોન્ફરન્સીંગનાં માધ્યમથી લોંચ કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે દેશનાં અંતરીક્ષ કાર્યક્રમને એક નવી ઉંચાઈ મળશે અને આત્મનિર્ભર ભારતની કલ્પના સાકાર થશે તેમજ દેશને અગ્રણી તરીકે સ્થાપિત કરવામાં મદદ થશે.

[google_ad]

અંતરીક્ષ અને ઉપગ્રહ સાથે જોડાયેલી કંપનીઓ આ એસોસીએશનની સભ્ય બનશે. મોદીએ જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારત અભિયાન માત્ર વિઝન નથી. બલકે એક વેલ થોટ, વેલ પ્લાન્ડ,ઈન્ટીગ્રેટેડ, ઈકોનોમીક સ્ટ્રેટેજી છે. જેમાં સરકારનું લક્ષ્ય ભારતનાં ઉદ્યમીઓ,યુવાઓની સ્કીલથી ક્ષમતાઓને વધારીને ભારતને ગ્લોબલ મેન્યુફેકચરીંગ હબ બનાવવાનું છે.

[google_ad]

advt

આ પ્રસંગે વડાપ્રધાને જણાવ્યું હતું કે, આપણું સ્પેસ સેકટર 130 કરોડ દેશવાસીઓની પ્રગતિનું એક મોટુ માધ્યમ છે. આપણા માટે સ્પેસ સેકટર અર્થાત સામાન્ય માનવી માટે બહેતર મેપીંગ ઈમેજીંગ અને કનેકટીવીટી સુવિધા છે. ઉદ્યોગપતિઓ માટે આ એક શિપમેન્ટથી લઈને ડીલીવરી સુધી બહેતર સ્પીડ આપવાનું માધ્યમ છે.

 

From – Banaskantha Update


Share