ડીસાના ગલાલપુરા પાસેથી એલ.સી.બી. પોલીસે દારૂ ભરેલ ગાડી સહીત રૂ.7,17,089 ના મુદામાલ સાથે એક શખ્સ ઝડપાયો

Share

ડીસાના ગલાલપુરા પાસેથી એલ.સી.બી. પોલીસે ભારતીય બનાવટીનો વિદેશી દારૂ ભરેલ બોલેરો ગાડી સહીત રૂ.7,17,089 ના મુદામાલ સાથે એક શખ્સની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.

[google_ad]

બનાસકાંઠા જીલ્લોએ રાજસ્થાનની સરહદે અડીને આવેલો જીલ્લો છે. જેથી અવારનવાર રાજસ્થાનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ગુજરાતમાં મોટા પ્રમાણમાં ઘુસાડવામાં આવે છે. પરંતુ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રાજસ્થાનથી મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી થતી હોય છે. તો બીજી તરફ ગુજરાતમાંથી દારૂબંધી માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમજ અનેક વાર મોટી માત્રામાં ભારતીય બનાવટીનો વિદેશી દારૂ ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે રવિવારે વધુ ભારતીય બનાવટી નો વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપાઇ છે.

[google_ad]

advt

આ અંગેની વિગત એવી છે કે, રવિવારે બનાસકાંઠા જીલ્લાની એલ.સી.બી. પોલીસ ડીસા તાલુકામાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એલ.સી.બી. પોલીસને બાતમી મળી હતી કે, ડીસા તાલુકાના ગલાલપુરા નજીક એક બોલેરો ગાડી નંબર. GJ-16-AJ-1410 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી આવે છે.

[google_ad]

 

 

જેથી એલ.સી.બી. પોલીસે વોચ ગોઠવી બોલેરો ગાડી નંબર.GJ-16-AJ-1410 વાળી ગાડીને ઉભી રખાવી તેની તલાશી લેતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલ / બિયર નંગ-782 જેની કિંમત રૂ. 3,15,889 તથા બોલેરો ગાડીની કિંમત રૂ. 4,00,000 તથા એક મોબાઈલ જેની કિંમત રૂ. 500 તથા રોકડ રૂ. 500 આમ કુલ મુદામાલ રૂ.7,17,089 ના મુદામાલ સાથે ગાડી ચાલક શામળારામ માધાજી વિશ્ર્નોઈ (રહે. ભાટીપ, તા.રાણીવાડા, રાજસ્થાન)ને પકડી પાડી પ્રોહીબિશન એકટ મુજબ ડીસા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઇ છે.

 

From – Banaskantha Update


Share