પૂર્વીય લદ્દાખમાં તણાવ ઘટાડવાના પ્રયાસો કરવામાં આવશે : હોટ સ્પ્રિંગ્સમાંથી સેનાની વાપસી પર ભાર મુકવામાં આવશે

Share

ભારત અને ચીન વચ્ચે કોર કમાન્ડર સ્તરની 13મા રાઉન્ડની વાતચીત રવિવારે થશે. એલ.એ.સી. પર ચીનના સરહદના મોલ્ડોમાં વાતચીત થશે. ભારતીય ટીમનું નેતૃત્વ લેહ સ્થિત એક્સ.આઈ.વી. કોરના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ પી.જી.કે. મેનન કરશે. દક્ષિણ શિનજિયાંગ મિલીટરી ડીસ્ટ્રીકટના કમાન્ડર મેજર જનરલ લિયુ લિન ચીની બાજુનું નેતૃત્વ કરશે.

[google_ad]

લદ્દાખ સરહદ પર બંને દેશો વચ્ચે વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે. માનવામાં આવે છે કે આજની વાતચીતમાં હોટ સ્પ્રિંગમાં તૈનાત સૈનિકોના મુદ્દા પર ચર્ચા થશે. બંને બાજુથી લશ્કરી સ્તરે મંત્રણાના 12 રાઉન્ડની વાતચીત થઈ ગઈ છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર ઉકેલ મળ્યો નથી.

[google_ad]

advt

આ અંગે શનિવારે સાંજે આર્મી ચીફ જનરલ એમ.એમ. નરવણેએ કહ્યું હતું કે, ચીન તેના વિસ્તારમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી રહ્યું છે. તેનો અર્થ એ કે તે અહીં લાંબા સમય સુધી રોકાશે. બંને દેશો એલ.એ.સી.ની પશ્ચિમ બાજુએ માળખાગત સુવિધાઓ વિકસાવી રહ્યા છે, જે ગયા વર્ષે લાવવામાં આવેલા વધારાના સૈનિકો અને લશ્કરી સાધનોની સુવિધા માટે બનાવવામાં આવી રહી છે. તેમણે ગયા સપ્તાહે પૂર્વી લદ્દાખની મુલાકાત દરમિયાન પણ આવી જ ટિપ્પણી રી હતી.

[google_ad]

 

 

પેંગોંગ ત્સો અને ગોગરા પોસ્ટના ઉત્તર અને દક્ષિણ કાંઠે સૈનિકો પીછે હઠ કરી ચૂક્યા છે, પરંતુ હોટ સ્પ્રિંગ્સ પર તહેનાત છે. મે 2020 માં ચીનીઓએ એલ.એ.સી. પાર કરી ત્યારથી અહીં સેનાઓ એકબીજાની સામે છે. ચીનીઓ ભારતીય સૈનિકોને દેપસાંગ મેદાનના પરંપરાગત પેટ્રોલિંગ પોઇન્ટ પર જવાથી પણ રોકી રહ્યા છે. આ વિસ્તાર કારાકોરમ નજીક દૌલત બેગ ઓલ્ડીમાં આવેલ ભારતીય ચોકીથી વધુ દૂર નથી.

[google_ad]

 

માત્ર લદ્દાખમાં જ નહીં, પણ અરુણાચલ પ્રદેશમાં પણ ચીન તેની હરકતોને અટકાવતું નથી. ગયા અઠવાડિયે, અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ભારતીય સૈનિકો અને ચીની સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. પેટ્રોલિંગ દરમિયાન બંને દેશના સૈનિકો સરહદી વિવાદને લઈને સામસામે આવી ગયા હતા અને આ પ્રક્રિયા થોડા કલાકો સુધી ચાલી હતી. જો કે, ભારતીય સૈનિકોને કોઈ નુકસાન થયું નથી અને વિવાદ પ્રોટોકોલ મુજબ વાટાઘાટો દ્વારા ઉકેલવામાં આવ્યો હતો.

[google_ad]

 

હાલમાં જ સમાચાર મળ્યા હતા કે, તા. 30 ઓગસ્ટના રોજ 100 ચીની સૈનિકોએ ઉત્તરાખંડના બારાહોતી સેક્ટરમાં ઘૂસણખોરી કરી હતી અને ત્યાં 3 કલાક રોકાયા બાદ પરત ફર્યા હતા. મીડિયા અહેવાલો અનુસાર, ઘોડા પર અંદર આવેલા ચીની સૈનિકોએ ભારતીય સરહદમાં પ્રવેશ કર્યો અને પાછા ફરતાં પહેલા એક પુલ પર તોડફોડ કરી હતી. તમને જણાવી દઈએ કે બારાતી એ જ વિસ્તાર છે જ્યાં 1962 ના યુદ્ધ પહેલા પણ ચીને ઘૂસણખોરી કરી હતી.

 

From – Banaskantha Update


Share