રવિવારના રોજ સવારે 11 વાગ્યે નેપાળના પોખરામાં પાંચ ભારતીયો સહિત – 72 જણને લઈને યેતી એરલાઈન્સનું એટીઆર 72 વિમાન ક્રેશ થયું. હાલ સુધીમાં 68 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. અહેવાલોમાં જણાવાયું છે કે, વિમાનમાં 68 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બર સવાર હતા, તે કાઠમંડુથી પોખરા માટે ઉડાન ભર્યાની લગભગ 20 મિનિટ પછી તેના લેંડ કરવાના સ્થાનથી થોડા કિલોમીટર દૂર ક્રેશ થયું હતું.
યતિ એરલાઈન્સના અધિકારીના જણાવ્યા અનુસાર, પાંચ ભારતીયોની ઓળખ અભિષેક કુશવાહા, બિશાલ શર્મા, અનિલ કુમાર રાજભર, સોનુ જયસ્વાલ અને સંજય જયસ્વાલ તરીકે કરવામાં આવી છે. ભારતીય મુસાફરોની સ્થિતિ અજાણ છે.
દરમિયાન, નેપાળ સરકારે યેતી એરલાઇન્સના વિમાન દુર્ઘટનાની તપાસ માટે પાંચ સભ્યોના તપાસ પંચની રચના કરી હતી. વડા પ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’એ ક્રેશને પગલે મંત્રી પરિષદની તાકીદની બેઠક બોલાવી ત્યારે આ જાહેરાત કરવામાં આવી હતી. એરક્રાફ્ટ દુર્ઘટનાને પગલે તેણે સોમવારે એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે.
From – Banaskantha Update