સચિને મહેંદીની ગળું દબાવી હત્યા કરી લાશને સૂટકેસમાં પેક કરી રસોડામાં મૂકી શિવાંશને લઇ ગાંધીનગર પહોંચી ગયો

Share

ગાંધીનગરના પેથાપુરની સ્વામીનારાયણ ગૌશાળા પાસેથી તા. 7 ઓક્ટોબરની રાત્રે એક માસૂમ બાળક શિવાંશ મળી આવ્યો હતો. તા.8 ઓક્ટોબરના રોજ પોલીસને તેની જાણ થઇ હતી. શિવાંશના માતા-પિતાની શોધખોળ શરૂ કરાઈ હતી. તેના પિતા સચિન ગાંધીનગરના સેક્ટર 26 માં રહેતાં હોવાનું બહાર આવ્યું હતું.

[google_ad]

 

સચિનની રવિવારે પોલીસ દ્વારા આકરી પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં શિવાંશ નામના બાળકને જન્મ આપનારી માતાની શોધખોળ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે. શિવાંશની માતા હીના ઉર્ફે મહેંદીએ સાથે રહેવાની જીદ કરતાં સચિન દીક્ષીતે તેનું ગળું દબાવી હત્યા કરી હતી અને લાશને સૂટકેસમાં પેક કરી રસોડામાં મૂકી ગાંધીનગર આવી ગયો હતો.

[google_ad]

 

આ અંગેની વિગત એવી છે કે, સચિન દીક્ષીત અને હીના ઉર્ફે મહેંદી બંને બરોડાના બાપોદ વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં રહેતાં હતા. બે દિવસ પહેલા સચિનને તેના માતાપિતા સાથે પોતાના વતનમાં જવું હોવાથી તેને મહેંદીને વાત કરી હતી. જેથી મહેંદીએ કહ્યું હતું કે, હવે તું ત્યાં જવાનું છોડી દે અને મારી સાથે જ રહે. જે વાતને લઈ બંને વચ્ચે ઝઘડો થતાં સચીને ગળું દબાવી મહેંદીની હત્યા નિપજાવી હતી.

[google_ad]

 

બાદમાં લાશને પેક કરી રસોડામાં મૂકી દીધી હતી. ત્યાંથી શિવાંશને લઈ અમદાવાદ આવવા નીકળી ગયો હતો. અમદાવાદ આવતી સમયે શિવાંશને ગાંધીનગરમાં ગૌશાળા પાસે છોડી દીધો હતો અને સચિન તેના પરિવાર સાથે પોતાના વતન જવા નીકળી ગયો હતો.

[google_ad]

 

 

મહેંદી અમદાવાદમાં એક શો રૂમમાં નોકરી હતી. ત્યારે તેની સચિન સાથે મુલાકાત થઈ હતી. બાદમાં બંને પ્રેમમાં પડયા હતા. અને 2019થી સાથે રહેવાનું શરૂ કર્યું હતું. 2020 માં શિવાંશનો જન્મ થયો હતો. બાદમાં સચિનની જૂન મહિનામાં વડોદરા બદલી થતા તે મહેંદી અને શિવાંશ સાથે ત્યાં રહેવા ગયો હતો. વડોદરાના બાપોદ વિસ્તારમાં આવેલા દર્શનમ ઓવરસીઝના જી-102 નંબરના ફ્લેટમાં ભાડે રહેતો હતો.

[google_ad]

 

 

પોલીસ તપાસમાં જાહેર થયેલી વિગત મુજબ સચિન દીક્ષીત અઠવાડિયા દરમિયાન સોમથી શુક્ર સુધી વડોદરામાં મહેંદી સાથે રહેતો હતો. વીકેન્ડમાં તે ગાંધીનગર સ્થિત પોતાના માતા-પિતા અને પત્ની અનુરાધા સાથે રહેવા આવતો હતો.

 

From – Banaskantha Update


Share